Get News Alerts

Never miss breaking news updates.

Ajit Agarkarની વિદાય બાદ ભાવુક થયા ગૌતમ ગંભીર, કહ્યું- ત્રણેય ICC ટ્રોફી તમારી...

Ajit Agarkar: ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર તરીકે અજિત અગરકરનો કાર્યકાળ સમાપ્ત થયો છે. હેડ કોચ ગૌતમ ગંભીરે અજિત અગરકરને એક ખાસ મેસેજ મોકલ્યો છે, જેમાં તેને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.
Nancy ShuklaUpdated on: 07 Oct 2026 09:32 PM IST
Ajit Agarkarની વિદાય બાદ ભાવુક થયા ગૌતમ ગંભીર, કહ્યું- ત્રણેય ICC ટ્રોફી તમારી...Ajit Agarkarની વિદાય બાદ ભાવુક થયા ગૌતમ ગંભીર, કહ્યું- ત્રણેય ICC ટ્રોફી તમારી...

Ajit Agarkar

Ajit Agarkar: ભારતીય સિનિયર ટીમની સિલેક્શન કમિટીના અધ્યક્ષ તરીકે અજિત અગરકરનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. તેમને ત્રણ વર્ષ સુધી ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર તરીકે સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે ત્રણ ICC ટ્રોફી જીતી હતી.

એવા સમાચાર હતા કે BCCI તેમનો કરાર 2027 ODI વર્લ્ડકપ સુધી લંબાવી શકે છે. પરંતુ પાછળથી યોજનાઓ બદલાઈ ગઈ, અને અજિત અગરકરનો કાર્યકાળ 4 ઓક્ટોબરે સમાપ્ત થયો. હવે ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે અજિત અગરકરને શુભકામના પાઠવી છે.

ગૌતમ ગંભીરની પ્રતિક્રિયા

ગૌતમ ગંભીરે એક્સ પર એક પોસ્ટમાં અજિત અગરકર સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો. તેમને ભારતની 3 ICC ટ્રોફી જીતનો શ્રેય પણ અગરકરને આપ્યો. પોતાની ઈમોશનલ પોસ્ટમાં તેમને લખ્યું છે કે "અજિત ભાઈ, તમારી સાથે કામ કરવું સન્માનની વાત હતી. ત્રણેય ICC ટ્રોફી તમારા વિશ્વાસનું ઉદાહરણ છે. તમે હંમેશા ટીમને પ્રથમ અને અગ્રણી સ્થાન આપ્યું. મારે કહેવું જ જોઇએ કે ઈતિહાસ તમારા પર દયાળુ રહેશે. દરેક વસ્તુ માટે આભાર. હું તમને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું."

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Dear Ajit Bhai, an absolute honour to work with you. Those 3 ICC trophies are testimony of your conviction: Team first &amp;amp; Team ahead, always.. I must say, History will be kinder to you. Thank you for everything. My heartfelt wishes for your future endeavours !! https://t.co/gYQN0fea8X</p>&mdash; Gautam Gambhir (@GautamGambhir) <a href="https://x.com/GautamGambhir/status/2107710079944605986?ref_src=twsrc%5Etfw">October 7, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

અજીત અગરકરના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયા સફળ રહી

જુલાઈ 2023 માં BCCI દ્વારા અજિત અગરકરને ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, ભારતીય ટીમે 2023 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને તે જ વર્ષે એશિયા કપ ટ્રોફી જીતી હતી. અજિત અગરકરના કાર્યકાળ દરમિયાન, ટીમ ઈન્ડિયાએ 2024 અને 2026 T20 વર્લ્ડકપ જીત્યો હતો. ભારતીય ટીમે 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ કબજે કરી હતી. અજિત અગરકરના કાર્યકાળ દરમિયાન ભારત દ્વારા પ્રાપ્ત કરેલી બધી સિદ્ધિઓ:

  • એશિયન ગેમ્સ 2023 માં ગોલ્ડ મેડલ

  • એશિયા કપ 2023 વિજેતા

  • 2023 ODI વર્લ્ડકપમાં રનર-અપ

  • T20 વર્લ્ડકપ 2024 વિજેતા

  • ચેમ્પિયન્સ ટ્રોફી 2025 વિજેતા

  • એશિયા કપ 2025 વિજેતા

  • T20 વર્લ્ડકપ 2026 વિજેતા

  • એશિયન ગેમ્સ 2026 માં ગોલ્ડ મેડલ

અજિત અગરકરના કાર્યકાળ દરમિયાન, ટીમ ઈન્ડિયાના સિલેક્શન અને કેટલાક નિર્ણયોને લઈને વિવાદો થયા હતા. પરંતુ રોહિત શર્મા અને વિરાટ કોહલીની T20Iમાંથી નિવૃત્તિ પછી, ટીમ ઈન્ડિયાએ અજિત અગરકરના નેતૃત્વ હેઠળ સારી રીતે પરિવર્તન કર્યું. અજિતના કાર્યકાળ પછી બીસીસીઆઈએ હવે નવા સિલેક્ટરની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

આ પણ વાંચો: Naman Dhirએ ડેબ્યૂમાં મેચમાં જ મચાવી ધૂમ, T20I મેચમાં હાંસલ કરી આ સિદ્ધિ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.