Get News Alerts

Never miss breaking news updates.

Abhishek Sharmaએ માત્ર 30 બોલમાં સદી ફટકારી, તોડ્યા અનેક રેકોર્ડ, કર્યું ખાસ અંદાજમાં સેલિબ્રેશન

Abhishek Sharma: અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20Iમાં ઈતિહાસ રચ્યો. તેને માત્ર 30 બોલમાં સદી ફટકારીને રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો.
Nancy ShuklaUpdated on: 18 Sep 2026 02:56 PM IST
Abhishek Sharmaએ માત્ર 30 બોલમાં સદી ફટકારી, તોડ્યા અનેક રેકોર્ડ, કર્યું ખાસ અંદાજમાં સેલિબ્રેશનAbhishek Sharmaએ માત્ર 30 બોલમાં સદી ફટકારી, તોડ્યા અનેક રેકોર્ડ, કર્યું ખાસ અંદાજમાં સેલિબ્રેશન

Abhishek Sharma

Abhishek Sharma: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી T20I મેચમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો. તેને માત્ર 30 બોલમાં સદી ફટકારી અને રોહિત શર્માનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. અભિષેક શર્મા હવે T20I ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે.

આ પહેલા આ રેકોર્ડ રોહિત શર્માના નામે હતો, જેને 2017 માં ઈન્દોરમાં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારી હતી. અભિષેક શર્માએ ઈનિંગની શરૂઆતમાં કોઈ ઉતાવળ બતાવી નહીં. તેને ફઝલહક ફારૂકીની પહેલી ઓવરમાં થોડા બોલનો પ્રયાસ કર્યો અને પછી ચોગ્ગો ફટકારીને પોતાનું ખાતું ખોલ્યું. ત્યારબાદ તેને અફઘાન બોલર્સને હેરાન કર્યા અને અનેક રેકોર્ડ બનાવ્યા.

આ વર્ષે અભિષેક શર્માનું ફોર્મ ઉતાર-ચઢાવથી ભરપૂર રહ્યું છે, તેને મેદાન પર સદી ફટકાર્યા બાદ સેલિબ્રેશન ખાસ રીતે કર્યું. અભિષેક શર્માએ સદી પૂર્ણ કરતાની સાથે જ તે ધ્યાનની મુદ્રામાં મેદાન પર બેસી ગયો અને 'ઓમ નમ: સિવાય' બોલતો જોવા મળ્યો. મેચ સમાપ્ત થયા પછી પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મેળવ્યા બાદ અભિષેક શર્માએ પોતાના આ ખાસ સેલિબ્રેશનનો વિશે ખુલાસો કર્યો.

ધ્યાનથી મને ખરેખર ઘણી મદદ મળી

જ્યારે અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20Iમાં માત્ર 30 બોલમાં સદી ફટકારી, ત્યારે તે T20I માં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બન્યો, તેને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો, જેને 34 બોલમાં સદી ફટકારી હતી. મેચ પછી એક નિવેદનમાં અભિષેક શર્માએ પોતાની સેલિબ્રેશન સ્ટાઈલ વિશે વાત કરતાં સમજાવ્યું કે"હું છેલ્લા 6 મહિનાથી એક વર્ષ સુધી ધ્યાનનો અભ્યાસ કરી રહ્યો છું. જ્યારે તમે આખું વર્ષ ક્રિકેટ રમો છો, ત્યારે તમને ખેલાડી તરીકે ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. તમે તમારા મનને કેવી રીતે શાંત રાખો છો? મને લાગે છે કે ધ્યાન કરવાથી ખરેખર મને મદદ મળી છે, અને હું ફક્ત ઈચ્છતો હતો કે કોઈ તેને જુએ, અથવા કોઈપણ ક્રિકેટરને લાગે કે છેલ્લા 6 થી 8 મહિનામાં મને મદદ મળી છે તો બસ તેના કારણે આ ખાસ સેલિબ્રેશન છે, અને તે જ મને શાંત રાખે છે."

T20I ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન

અભિષેક શર્મા - 30 Vs અફઘાનિસ્તાન

રોહિત શર્મા - 35 Vs શ્રીલંકા

અભિષેક શર્મા - 37 Vs ઈંગ્લેન્ડ

સંજુ સેમસન - 40 Vs બાંગ્લાદેશ

અભિષેકની ધમાકેદાર સદી T20I ક્રિકેટ ઈતિહાસની ત્રીજી સૌથી ઝડપી સદી પણ બની. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ત્રીજી મેચમાં અભિષેકે ભારતીય ઈનિંગની ધમાકેદાર શરૂઆત કરી, માત્ર 16 બોલમાં 50 રન બનાવ્યા. ત્યારબાદ તેને આગામી 14 બોલમાં વધુ 50 રન બનાવ્યા, ધમાકેદાર સદી ફટકારી.

T20I ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી

27 - સાહિલ ચૌહાણ (એસ્ટોનિયા)

29 - મુહમ્મદ ફહાદ (તુર્કી)

30 - અભિષેક શર્મા (ભારત)

33 - જાન નિકોલ લોફ્ટી-ઈટન (નામિબિયા)

33 - સિકંદર રઝા (ઝિમ્બાબ્વે)

33 - ફિન એલન (સાઉથ આફ્રિકા)

ભારત માટે ઐતિહાસિક રેકોર્ડ બનાવવા છતાં અભિષેક ક્રીઝ પર લાંબો સમય ટકી શક્યો નહીં. રાશિદ ખાને તેને આઉટ કર્યો. તેનો કેચ રહેમાનુલ્લાહ ગુરબાઝે પૂર્ણ કર્યો. આમ અભિષેકની ઈનિંગ 108 રન પર સમાપ્ત થઈ. અભિષેકે 34 બોલમાં 108 રનની ઈનિંગ રમી. તેને પોતાની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા. T20I ક્રિકેટમાં આ બીજી વાર છે, જ્યારે આ લેફ્ટ હેન્ડ ભારતીય ઓપનિંગ બેટ્સમેન એક ઈનિંગમાં 10 થી વધુ છગ્ગા ફટકાર્યા હોય. અભિષેક શર્મા ભારત માટે T20I ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ ધરાવે છે. તેને 2025 માં ઈંગ્લેન્ડ સામેની ઈનિંગમાં 13 છગ્ગા ફટકાર્યા હતા.

અભિષેક શર્માએ 7મી વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો

અભિષેક શર્મા અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં બેટિંગમાં શાનદાર ફોર્મમાં છે, તેને ત્રીજી T20 મેચમાં માત્ર 34 બોલમાં 9 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકારીને 108 રન બનાવ્યા. તેની શાનદાર ઈનિંગ માટે, અભિષેકને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો, જે તેનો સાતમો T20 ઈન્ટરનેશનલ એવોર્ડ છે. તેના સાતમા પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ સાથે અભિષેકે હવે ભારત માટે સૌથી વધુ જીત મેળવવાના મામલે યુવરાજ સિંહની બરાબરી કરી લીધી છે.

વિરાટ કોહલીના રેકોર્ડની કરી બરાબરી

અભિષેક હવે T20 ક્રિકેટમાં સૌથી વધુ સદીઓના મામલે વિરાટ કોહલી સાથે બરાબરી પર છે, બંનેએ અત્યાર સુધી 10-10 સદી ફટકારી છે. તેના પછી કેએલ રાહુલ, સંજુ સેમસન અને રોહિત શર્માનો નંબર આવે છે. અભિષેકે જાન્યુઆરી 2021માં પોતાની પહેલી T20 સદી ફટકારી હતી. તેને પંજાબ માટે રેલવે સામે 62 બોલમાં 107 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેને 2023-24 દરમિયાન વધુ 3 સદી ફટકારી હતી. આમાં આંધ્ર અને ગુજરાત સામે સતત 112 રનની ઈનિંગનો સમાવેશ થાય છે. અભિષેકની પહેલી ઈન્ટરનેશનલ સદી જુલાઈ 2024માં આવી હતી, જ્યારે તેને ઝિમ્બાબ્વે સામે 47 બોલમાં 100 રન બનાવ્યા હતા.

આ પછી, અભિષેકે મોટા સ્કોર બનાવવાનું ચાલુ રાખ્યું. ડિસેમ્બર 2024 માં તેને મેઘાલય સામે માત્ર 29 બોલમાં અણનમ 106 રન બનાવ્યા. આ ઈનિંગમાં તેનો સ્ટ્રાઈક રેટ 365.51 હતો. 2025 માં તેને ઈંગ્લેન્ડ સામે 54 બોલમાં 135 અને પંજાબ કિંગ્સ માટે 55 બોલમાં 141 રન બનાવ્યા. તે જ વર્ષે, તેને બંગાળ સામે પણ 148 રન બનાવ્યા. 2026 માં તેનું ધમાકેદાર ફોર્મ ચાલુ રહ્યું. તેને દિલ્હી કેપિટલ્સ સામે અણનમ 135 રન બનાવ્યા અને હવે, અફઘાનિસ્તાન સામે 108 રન સાથે, તેને તેની T20I સદીની સંખ્યા 10 પર પહોંચાડી. તમને જણાવી દઈએ કે અભિષેક શર્માએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેની 10 સદીમાંથી 3 ફટકારી છે, જ્યારે તેની 7 સદી T20 ક્રિકેટમાં છે.

આ પણ વાંચો: Prithvi Shaw અને આકૃતિ અગ્રવાલની સગાઈ તૂટી, એક્ટ્રેસે બ્રેકઅપ પોસ્ટમાં કહી દિલની વાત

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.