IND A Vs SL A: અભિષેક શર્માની ધમાકેદાર બેટિંગ, 37 બોલમાં ફટકારી અડધી સદી


IND A Vs SL A: અભિષેક શર્માની ધમાકેદાર ફિફ્ટી
IND A Vs SL A: અભિષેક શર્માની ધમાકેદાર બેટિંગ, 37 બોલમાં ફટકારી અડધી સદી


IND A Vs SL A: અભિષેક શર્માની ધમાકેદાર ફિફ્ટી
IND A Vs SL A: એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026ની સેમીફાઈનલમાં ભારત-Aના સ્ટાર ઓપનર અભિષેક શર્માએ શ્રીલંકા-A સામે શાનદાર બેટિંગ કરી હતી. તેને માત્ર 37 બોલમાં અડધી સદી ફટકારીને ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. અભિષેકે 63 બોલમાં 78 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. પરંતુ તે પોતાની સદી પૂરી કરી શક્યો ન હતો. આ ટૂર્નામેન્ટમાં તેની આ બીજી અડધી સદી છે, જ્યારે લિસ્ટ-A ક્રિકેટ કરિયરની આ 10મી અડધી સદી છે.
37 બોલમાં પૂરી કરી અડધી સદી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારત-Aની ટીમ તરફથી ઓપનિંગ કરવા આવેલા અભિષેક શર્માએ શરૂઆતથી જ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. તેને શ્રીલંકાના બોલર્સ સામે આક્રમક શોટ્સ રમ્યા અને 37 બોલમાં ચોગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી.
અભિષેકે 63 બોલનો સામનો કરીને 78 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 123.81 રહ્યો હતો.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">A brisk half-century in the semi-final 💪
Abhishek Sharma with his second fifty of the tournament 👌
Updates ▶️ https://t.co/RbuCirmUmQ
#TeamIndia | #RisingStarsAsiaCup | #SLAvINDA | @OfficialAbhi04 https://t.co/6QI0blAtXn</p>— BCCI (@BCCI) <a href="https://x.com/BCCI/status/2125907943761891443?ref_src=twsrc%5Etfw">November 26, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
તેને પ્રથમ વિકેટ માટે વૈભવ સૂર્યવંશી સાથે 48 બોલમાં 80 રનની પાર્ટનરશીપ કરી હતી. ત્યારબાદ કેપ્ટન તિલક વર્મા સાથે બીજી વિકેટ માટે 83 બોલમાં 79 રન જોડીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.
ટૂર્નામેન્ટમાં અભિષેકનું અત્યાર સુધીનું પ્રદર્શન
એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026માં અભિષેક શર્મા સતત સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેને અત્યાર સુધી ચાર મેચમાં 123 બોલનો સામનો કરીને કુલ 169 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 42.25 અને સ્ટ્રાઈક રેટ 137.39 રહ્યો છે. તેના નામે 2 અડધી સદી છે અને ટૂર્નામેન્ટમાં તેનો હાઈએસ્ટ સ્કોર 78 રન છે.
અભિષેકે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં નેપાળ સામે 9 રન બનાવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાન-A સામે તેને 70 રનની શાનદાર ઈનિંગ રમી હતી. UAE સામે તેના બેટમાંથી 12 રન આવ્યા હતા. હવે શ્રીલંકા-A સામે 78 રન બનાવીને તેને લિસ્ટ-A કરિયરની 10મી અડધી સદી નોંધાવી છે.
આ પણ વાંચો: Ind Vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ બીજી ટેસ્ટ કેટલા વાગ્યે શરૂ થશે? જાણો ડિટેલ્સ




