Abhishek Anand: બિહારથી જાપાન સુધીની સફર... ક્રિકેટની જુનૂને અભિષેક આનંદ આપી એક નવી ઓળખ


Abhishek Anand
Abhishek Anand: બિહારથી જાપાન સુધીની સફર... ક્રિકેટની જુનૂને અભિષેક આનંદ આપી એક નવી ઓળખ


Abhishek Anand
Abhishek Anand: બિહારના રોહતાસના રહેવાસી અને IIT કાનપુરમાં અભ્યાસ કરનારા અભિષેક આનંદે જાપાની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે. 22 સપ્ટેમ્બર, મંગળવારના રોજ ભારત અને જાપાન વચ્ચે રમાનારી ઐતિહાસિક T20I મેચ પહેલા તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં જ્યારે અભિષેક આનંદને તેના બિહારી મૂળ અને જાપાન માટે ક્રિકેટ રમવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેનો જવાબ "ભાઈ, બિહારી ક્યાં નથી?"તેના આ વીડિયોની ખૂબ ચર્ચા થઈ રહી છે.
ભારત સામે નહીં રમે અભિષેક આનંદ
પરંતુ અભિષેક આનંદ તોચીગી પ્રાંતના સાનો ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત સામેની મેચનો ભાગ રહેશે નહીં. જાપાન દ્વારા આ મેચ માટે જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમમાં તેનું નામ સામેલ નથી. આનો અર્થ એ થયો કે ફેન્સ તેને ભારત સામે મેદાનમાં ઉતરતા જોશે નહીં.
અભિષેક આનંદનો ક્રિકેટ સાથેનો સંબંધ જાપાન આવ્યા પછી શરૂ થયો ન હતો. તેને IIT કાનપુરમાં કેમિસ્ટ્રીનો અભ્યાસ કરતી વખતે ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું, સંસ્થાની ટીમનું નેતૃત્વ કર્યું. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તે નોકરી માટે ટોક્યો ગયો. જાપાનમાં પણ તેને ક્રિકેટને તેના જીવનનો ભાગ બનાવ્યો. તેને કામ કરતી વખતે ક્લબ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું, અને સ્થાનિક સ્તરે તેના પ્રદર્શને તેને જાપાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં સ્થાન આપ્યું.
અભિષેક આનંદે જાપાન માટે T20Iમાં ડેબ્યૂ કર્યું
28 વર્ષના અભિષેક આનંદે 9 મે, 2025ના રોજ કુક આઈલેન્ડ્સ સામે જાપાન માટે T20Iમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે જાપાની ટીમનો નિયમિત સભ્ય બની ગયો છે. તેને 18 T20I રમી છે, જેમાં 275 રન બનાવ્યા છે. તેનો હાઈએસ્ટ સ્કોર 55 છે, અને તેને 1 વિકેટ લીધી છે .
તેની સ્ટોરી પણ ખાસ છે કારણ કે તેને ક્રિકેટને પોતાના કરિયરનો મુખ્ય માર્ગ બનાવ્યા વિના રમતમાં પોતાની જગ્યા બનાવી. નોકરી અને ક્રિકેટને સાથે લઈને ચાલ્યા બાદ તે જાપાનની નેશનલ ટીમમાં પહોંચ્યો.
View post on Instagram
ભારત અને જાપાન ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં પહેલીવાર એકબીજા સામે રમશે
આ પહેલી વાર છે જ્યારે ભારત અને જાપાન ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં એકબીજા સામે આવશે. આ મેચ ભારત-જાપાન રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ રહી છે અને તે એશિયન ગેમ્સ માટેની બંને ટીમોની તૈયારીઓનો એક ભાગ છે.
ભારતની સંપૂર્ણ ટીમ
સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, શ્રેયસ ઐયર (કેપ્ટન), શિવમ દુબે, ઈશાન કિશન, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, વિપ્રજ નિગમ, વૈભવ સૂર્યવંશી.
જાપાનની સંપૂર્ણ ટીમ
કેન્ડલ ફ્લેમિંગ (કેપ્ટન), શિરાઈ પેટમોર (વિકેટકીપર), એલિસ્ટર ફ્લેમિંગ, બેન્જામિન ઈટો-ડેવિસ, રેઓ સકુરાનો-થોમસ, કોહેઈ કુબોટા, વતારુ મિયાઉચી, ડેકલાન સુઝુકી, ઈબ્રાહિમ તાકાહાશી, માકોટો-તાનિયામા, લાચલન-યામામોટો-લેક, ત્સુયોશી તાકાડા, ચાર્લી હારા-હિન્ઝે, શોમા સ્લેટર, જેક કુસુદા-નૈર્ન.
આ પણ વાંચો: IND Vs JPN T20I મેચ ક્યારે અને કયા સમયે રમાશે? જાણો ડિટેલ્સ





