All India Police Badminton Cluster 2026-27 : અમદાવાદમાં આજે 510 મેચોનો મહામુકાબલો, ગુજરાતના પોલીસ વડા સહિત વરિષ્ઠ અધિકારીઓ મેદાનમાં ઉતરશે


All India Police Badminton Cluster 2026-27 ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન
All India Police Badminton Cluster 2026-27 : અમદાવાદમાં આજે 510 મેચોનો મહામુકાબલો, ગુજરાતના પોલીસ વડા સહિત વરિષ્ઠ અધિકારીઓ મેદાનમાં ઉતરશે


All India Police Badminton Cluster 2026-27 ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન
All India Police Badminton Cluster 2026-27 : તા. 22 નવેમ્બરના રોજ બેડમિન્ટન અને ટેબલ ટેનિસની વિવિધ વ્યક્તિગત કેટેગરીમાં કુલ 510 મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનું વિશેષ આકર્ષણ ગુજરાતના પોલીસ વડા સહિત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ખેલાડી તરીકે મેદાનમાં ઉતરશે તે રહેશે.
તા. 21 નવેમ્બરના રોજ બેડમિન્ટન અને ટેબલ ટેનિસની વિવિધ વ્યક્તિગત કેટેગરીમાં દેશભરના પોલીસ ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલા યોજાયા હતા. મેન્સ સિંગલ્સ, વિમેન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ, વિમેન્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સની વિવિધ વય કેટેગરીમાં ખેલાડીઓએ શાનદાર રમતકૌશલ્ય અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું હતું.
ટેબલ ટેનિસમાં સેમિફાઇનલમાં પ્રવેશ
ખેલાડીઓએ જીત મેળવીને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ટેબલ ટેનિસની સ્પર્ધાઓમાં પણ અનેક રસપ્રદ મુકાબલા જોવા મળ્યા હતા. NGO 50+ મેન્સ સિંગલ્સ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં કેરળના આદર્શ આર. એસ., CRPFના એલ. દોરેન્દ્રો સિંહ, ગુજરાતના બાદલ સનતકુમાર દવે અને ITBPના પ્રમોદ કુમાર યાદવે જીત મેળવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
NGO 50+ વિમેન્સ સિંગલ્સ કેટેગરીમાં મિઝોરમની લાલબિયાકની, ઉત્તર પ્રદેશની રમા યાદવ, ગોવાની સુચેતા દેસાઈ અને ઉત્તર પ્રદેશની શીલા યાદવે ક્વાર્ટર ફાઇનલમાં વિજય મેળવી આગળના રાઉન્ડમાં જગ્યા બનાવી છે. આ ઉપરાંત NGO 40+ વિમેન્સ સિંગલ્સ કેટેગરીમાં ગુજરાતની વર્ષાબેન પી. બારિયા અને આશાબેન એમ. પરમારે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આજે 510 મેચોનું આયોજન
આજે બેડમિન્ટનની વિવિધ વય કેટેગરીમાં કુલ 336 મેચો રમાશે, જ્યારે ટેબલ ટેનિસની વિવિધ કેટેગરીમાં 174 મુકાબલા યોજાશે. આમ, એક જ દિવસમાં કુલ 510 મેચો રમતપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ખેલાડી તરીકે ઉતરશે આજની સ્પર્ધામાં રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક સહિત જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ, ડીઆઈજી વિશાલકુમાર વાઘેલા અને પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ, રાહુલ ત્રિપાઠી, કોરુકોંડા સિદ્ધાર્થ, દીપક મેઘાણી તથા ડૉ. લવિના સિન્હા પણ ભાગ લેશે.
દેશભરના પોલીસ દળો અને કેન્દ્રીય સુરક્ષા દળો વચ્ચે યોજાતી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનો હેતુ શારીરિક ફિટનેસ, શિસ્ત, રમતગમતની ભાવના અને પરસ્પર સૌહાર્દને પ્રોત્સાહન આપવાનો છે. અમદાવાદમાં યોજાતી આ સ્પર્ધા પોલીસ કર્મચારીઓની રમતગમત પ્રત્યેની પ્રતિભા અને ઉત્સાહને ઉજાગર કરી રહી છે.




