All India Police Badminton Cluster 2026-27 : અમદાવાદમાં 3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરનો રંગ જામ્યો, બીજા દિવસે ખેલાડીઓનો વિજયી દેખાવ

All India Police Badminton Cluster 2026-27: દેશભરમાંથી આવેલી પોલીસ ટીમો અને કેન્દ્રીય સુરક્ષા દળોના ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ રમત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.
Vivek Shah
Vivek Shah
All India Police Badminton Cluster 2026-27 પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27All India Police Badminton Cluster 2026-27 પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27

All India Police Badminton Cluster 2026-27 પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27

All India Police Badminton Cluster 2026-27 : અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ રહેલી ‘3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27’ સ્પર્ધામાં બીજા દિવસે બેડમિન્ટન અને ટેબલ ટેનિસના રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા.

19 થી 24 નવેમ્બર, 2026 દરમિયાન યોજાનારી આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાના બીજા દિવસે, 20 નવેમ્બરના રોજ બેડમિન્ટનની 90 અને ટેબલ ટેનિસની 238 સહિત કુલ 328 મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેડમિન્ટનની NGO મેન્સ ડબલ્સ ઓપન કેટેગરીમાં મધ્ય પ્રદેશના અભિષેક પૃથ્વીરાજ ચવાણ અને પુરિઘલ્લા શ્રી ચરણ દાસની જોડીએ રિષભ સિંહ અને શેખ ઝાકિરની જોડીને 15-7 અને 15-2ના સ્કોરથી હરાવી વિજય મેળવ્યો હતો.

બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં ખેલાડીઓનો દમદાર દેખાવ

ટેબલ ટેનિસની NGO 40+ વુમન્સ ડબલ્સ કેટેગરીમાં તેલંગાણાની અકુલા સ્વપ્ના અને કરંગુલા પદ્મેનીની જોડીએ મિઝોરમની સી. લાલરેમરુઆતી અને લાલબિયાકનીની જોડીને 3-0થી હરાવી જીત નોંધાવી હતી. GO-NGO મેન્સ ટીમ સ્પર્ધામાં પંજાબની ટીમે તમિલનાડુ સામે 3-1થી જીત મેળવી હતી.

જ્યારે NGO 18+ ઓપન મેન્સ ડબલ્સ કેટેગરીમાં ઉત્તર પ્રદેશના અર્શદ ખાન અને અરવિંદ ચૌધરીની જોડીએ આંધ્ર પ્રદેશના ડી. વાસુ અને એસ. વી. રમનની જોડીને 3-0થી હરાવી વિજય મેળવ્યો હતો. NGO 50+ મેન્સ ડબલ્સ કેટેગરીમાં છત્તીસગઢના સદાન મોહન ગર્ગ અને ઉમેશ ચૌધરી, IPSની જોડીને વોકઓવર મળતાં વિજેતા જાહેર કરવામાં આવી હતી.

અમદાવાદમાં પોલીસ ખેલાડીઓની રમતનો જલવો

આજે, 21 નવેમ્બરના રોજ ટુર્નામેન્ટના ત્રીજા દિવસે બેડમિન્ટનની 72 અને ટેબલ ટેનિસની 238 સહિત કુલ 310 મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સ, વુમન્સ સિંગલ્સ અને મેન્સ ડબલ્સની વિવિધ વયજૂથની કેટેગરીમાં મુકાબલા યોજાશે.

ટેબલ ટેનિસમાં મેન્સ અને વુમન્સ સિંગલ્સ, ડબલ્સ તથા મિક્સ ડબલ્સની સ્પર્ધાઓ રમાશે. આ ટુર્નામેન્ટમાં દેશના વિવિધ રાજ્યોની પોલીસ ટીમો ઉપરાંત CRPF, BSF, CISF, ITBP, SSB, Assam Rifles, NSG અને NDRF સહિતના કેન્દ્રીય સુરક્ષા દળોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધા દ્વારા પોલીસ અને સુરક્ષા દળોના ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળી રહી છે.

આ પણ વાંચો : Vitthalnathji Rath Procession : દેવ ઉઠી એકાદશીએ માંડવીમાં ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો ભવ્ય વરઘોડો, 216 વર્ષ જૂની પરંપરા જીવંત