Canada Express Entry: IRCCએ બે અઠવાડિયા સુધી ડ્રો અટકાવ્યા, જાણો નવા નિયમો


Canada Express Entry: કેનેડામાં રહેતા ભારતીયોને થશે ફાયદો?
Canada Express Entry: IRCCએ બે અઠવાડિયા સુધી ડ્રો અટકાવ્યા, જાણો નવા નિયમો


Canada Express Entry: કેનેડામાં રહેતા ભારતીયોને થશે ફાયદો?
Canada Express Entry: કેનેડાના Express Entry ઈમિગ્રેશન કાર્યક્રમમાં 3 નવેમ્બરથી મોટા ફેરફાર લાગુ થયા છે. નવા CRS નિયમો હેઠળ પોઇન્ટની ગણતરી બદલાઈ છે અને IRCC હાલ ઉમેદવારોના સ્કોરની પુનઃગણતરી કરી રહ્યું છે.
કેનેડામાં કાયમી નિવાસ (PR) મેળવવા ઈચ્છતા કુશળ વિદેશી કામદારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. Immigration, Refugees and Citizenship Canada (IRCC)એ 3 નવેમ્બર, 2026થી Express Entryના Comprehensive Ranking System (CRS)માં મોટા ફેરફાર કર્યા છે.
નવા નિયમોમાં Labour Market Integration નામનું નવું ફેક્ટર ઉમેરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેનેડામાં કામ કરવાના અનુભવ અને લાયકાત ધરાવતી જોબ ઓફર માટે પોઈન્ટ આપવાની પદ્ધતિમાં પણ ફેરફાર થયો છે.
નવા નિયમો લાગુ થયા બાદ IRCC હાલ Express Entry Poolમાં સામેલ ઉમેદવારોના CRS સ્કોરની ફરીથી ગણતરી કરી રહ્યું છે. આ પ્રક્રિયામાં બે અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે. આ દરમિયાન વિભાગે નવા ઉમેદવારોને આમંત્રણ આપતા ડ્રો (Invitation Rounds) પણ અસ્થાયી રૂપે અટકાવી દીધા છે.
Express Entryના નવા નિયમોમાં શું ફેરફાર થયા?
3 નવેમ્બરના અપડેટમાં મુખ્યત્વે બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.
CRSમાં નવું Labour Market Integration ફેક્ટર ઉમેરાયું છે.
લાયકાત ધરાવતી જોબ ઓફર માટે LMIA (Labour Market Impact Assessment) અને LMIAમાંથી મુક્તિ સંબંધિત શરતો દૂર કરવામાં આવી છે.
નવા ફેક્ટર હેઠળ ઉમેદવારોને કેનેડામાં મેળવેલા લાયકાત ધરાવતા વર્ક એક્સપિરિયન્સ અથવા ચોક્કસ ઊંચા પગારવાળી જોબ ઓફરના આધારે પોઈન્ટ મળી શકે છે. પરંતુ બંને વિકલ્પના પોઈન્ટ એકસાથે મળશે નહીં. IRCC બંનેની ગણતરી કરીને ઉમેદવારને જે વિકલ્પથી વધુ પોઈન્ટ મળે તે આપશે.
કેનેડાના વર્ક એક્સપિરિયન્સના આધારે કેટલા પોઈન્ટ મળશે?
કેનેડામાં કામ કરવાના અનુભવના સમયગાળા પ્રમાણે ઉમેદવારોને પોઈન્ટ આપવામાં આવશે. લાઈફ પાર્ટનર અથવા કોમન-લો પાર્ટનર સાથે ન હોય તેવા ઉમેદવારો માટે પોઈન્ટનું માળખું આ પ્રમાણે છે.
કેનેડામાં કામનો અનુભવ | CRS પોઈન્ટ |
|---|---|
એક વર્ષથી ઓછો | 0 |
એક વર્ષ | 40 |
બે વર્ષ | 53 |
ત્રણ વર્ષ | 64 |
ચાર વર્ષ | 72 |
પાંચ વર્ષ કે તેથી વધુ | 80 |
લાઈફ પાર્ટનર અથવા કોમન-લો પાર્ટનર સાથે અરજી કરનારા ઉમેદવારોને આ વર્ક એક્સપિરિયન્સના સમયગાળાના આધારે વધુમાં વધુ 70 પોઈન્ટ મળી શકે છે.
આ સિવાય જો ઉમેદવારનો કેનેડામાં કામ કરવાનો અનુભવ લાયકાત ધરાવતા ઊંચા પગારવાળા વ્યવસાયમાં હોય, તો વધારાના પોઈન્ટ પણ મળી શકે છે.
પગારનું લેવલ | વધારાના પોઈન્ટ |
નેશનલ એવરેજ મિડિયન પગારથી ઓછામાં ઓછો 2 ગણો | 70 |
નેશનલ એવરેજ મિડિયન પગારથી ઓછામાં ઓછો 1.5 ગણો | 40 |
નેશનલ એવરેજ મિડિયન પગારથી ઓછામાં ઓછો 1.3 ગણો | 20 |
આ વધારાના પોઈન્ટ મેળવવા માટે સામાન્ય રીતે લાયકાત ધરાવતા ઊંચા પગારવાળા વ્યવસાયમાં ઓછામાં ઓછા 12 મહિનાનો કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ જરૂરી છે.
ઊંચા પગારવાળી જોબ ઓફર પર કેટલા પોઈન્ટ મળશે?
જે ઉમેદવારો પાસે લાયકાત ધરાવતા ઊંચા પગારવાળા વ્યવસાયમાં જોબ ઓફર છે, તેમને પગારના સ્તર પ્રમાણે પોઈન્ટ મળી શકે છે.
જોબ ઓફરનો પગાર | CRS પોઈન્ટ |
|---|---|
નેશનલ એવરેજ મિડિયન પગારથી ઓછામાં ઓછો 2 ગણો | 100 |
ઓછામાં ઓછો 1.5 ગણો | 70 |
ઓછામાં ઓછો 1.3 ગણો | 50 |
1.3 ગણાથી ઓછો | 0 |
આ નવા Labour Market Integration ફેક્ટર હેઠળ લાઈફ પાર્ટનર વગરના ઉમેદવારોને વધુમાં વધુ 150 પોઈન્ટ અને લાઈફ પાર્ટનર સાથેના ઉમેદવારોને 140 પોઈન્ટ મળી શકે છે.
માત્ર ઊંચો પગાર મળવાથી પોઈન્ટ મળવાની ખાતરી નથી. ઉમેદવારનો વ્યવસાય IRCCની લાયકાત ધરાવતા High-Wage Occupationsના લિસ્ટમાં હોવો જરૂરી છે. આ માટે National Occupational Classification (NOC) હેઠળ વ્યવસાયની તપાસ કરવામાં આવે છે.
Express Entry માટે હવે LMIA જરૂરી નથી
નવા નિયમો હેઠળ 3 નવેમ્બર, 2026થી લાયકાત ધરાવતી જોબ ઓફર માટે LMIAની જરૂરિયાત દૂર કરવામાં આવી છે. હવે ઉમેદવારોને લાગુ પડતી Express Entry એલિજિબિલિટી અથવા CRS પોઈન્ટ મેળવવા માટે જોબ ઓફર સાથે LMIA રજૂ કરવાની જરૂર રહેશે નહીં.
પરંતુ LMIA હોવાને કારણે હવે વધારાના CRS પોઈન્ટ કે ડ્રોમાં પ્રાથમિકતા મળશે નહીં. જોબ ઓફર જૂની કે નવી હોઈ શકે છે અને નોકરીદાતા પણ હાલના કે નવા હોઈ શકે છે.
પરંતુ દરેક જોબ ઓફર માન્ય ગણાશે એવું નથી. IRCC નોકરીદાતાના વ્યવસાય, નોકરીની શરતો પૂરી કરવાની ક્ષમતા, ભરતી પ્રક્રિયા, રોજગાર કાયદાનું પાલન અને ઉમેદવાર તે કામ કરવા માટે લાયક છે કે નહીં તેની તપાસ કરશે.
IRCCએ Express Entry ડ્રો કેમ અટકાવ્યા?
નવા CRS નિયમો લાગુ થયા બાદ IRCC Express Entry Poolમાં રહેલા તમામ ઉમેદવારોના સ્કોરની આપમેળે પુનઃગણતરી કરી રહ્યું છે. આ પ્રક્રિયામાં બે અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે. તેથી નવી Invitation Rounds હાલ રોકવામાં આવી છે.
આ માત્ર વહીવટી પ્રક્રિયા માટેનો અસ્થાયી વિરામ છે. Express Entry ડ્રો રદ્દ કરવામાં આવ્યા નથી. પુનઃગણતરી પૂર્ણ થયા બાદ ફરીથી ડ્રો શરૂ થવાની અપેક્ષા છે.
ઉમેદવારોએ અત્યારે શું કરવું જોઈએ?
Express Entry Poolમાં સામેલ ઉમેદવારોએ આ સમયગાળા દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
પોતાની Express Entry પ્રોફાઈલમાં શિક્ષણ, કામનો અનુભવ અને ભાષાની પરીક્ષાની વિગતો તપાસવી.
લાયકાત ધરાવતી જોબ ઓફર હોય તો IRCCની સૂચના પ્રમાણે પ્રોફાઈલમાં તેની વિગતો ઉમેરવી.
પોતાનો NOC વ્યવસાય High-Wage Occupationsની યાદીમાં છે કે નહીં તે તપાસવું.
કેનેડાના વર્ક એક્સપિરિયન્સ અને જોબ ઓફરના આધારે મળનારા પોઇન્ટની સરખામણી કરવી.
જૂના LMIA નિયમોના આધારે CRS સ્કોરની ગણતરી કરવાનું ટાળવું.
IRCCની સત્તાવાર જાહેરાતો પર નજર રાખવી.
IRCCની ઓનલાઈન સિસ્ટમમાં હજુ પણ LMIAની માહિતી માગવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ઉમેદવારોએ પોતાની રીતે અંદાજ લગાવવાને બદલે વિભાગે આપેલી સૂચનાઓનું પાલન કરવું જોઈએ.
નવા નિયમોથી ઈમિગ્રેશનની યોજનાને કેવી અસર થશે?
નવા CRS નિયમો બાદ ઉમેદવારો માટે પોતાની સંપૂર્ણ પ્રોફાઈલનું મૂલ્યાંકન કરવું વધુ મહત્વનું બનશે. કેનેડામાં લાંબા સમયનો કામનો અનુભવ ધરાવતા અને લાયકાતવાળા ઊંચા પગારના વ્યવસાયમાં કામ કરતા ઉમેદવારોને ફાયદો થઈ શકે છે. બીજી તરફ યોગ્ય જોબ ઓફર ધરાવતા ઉમેદવારોને પણ નવા નિયમો હેઠળ પોઈન્ટ મળી શકે છે.
પરંતુ લાયકાત ધરાવતો કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ કે ઊંચા પગારવાળી જોબ ઓફર ન હોય તેવા ઉમેદવારોએ નિરાશ થવાની જરૂર નથી. CRSના અન્ય માપદંડો, કેટેગરી આધારિત પસંદગી અને Provincial Nominee Program (PNP) જેવા વિકલ્પો પણ મહત્વ ધરાવે છે. અહીં આપવામાં આવેલી માહિતી IRCCએ જાહેર કરેલા નવા નિયમો મુજબ છે, ગ્રોથ નાઉ તેની પુષ્ટિ કરતુું નથી, કોઈ પણ વધુ જાણકારી માટે નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.




