Italy School Bomb Threat: ઈટાલીમાં 300 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અફરાતફરી વચ્ચે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કરાયા બહાર


Italy School Bomb Threat: ઈટાલીમાં 300 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી
Italy School Bomb Threat: ઈટાલીમાં 300 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અફરાતફરી વચ્ચે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કરાયા બહાર


Italy School Bomb Threat: ઈટાલીમાં 300 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી
Italy School Bomb Threat: ઈટાલીમાં બુધવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દેશભરની અંદાજે 300 શાળાઓને ઈ-મેઇલ દ્વારા બોમ્બ હુમલાની ધમકી આપવામાં આવી હતી.
આ ધમકીને પગલે સુરક્ષાના ભાગરૂપે અનેક શાળાઓ ખાલી કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાના કર્મચારીઓને તાત્કાલિક ઇમારતોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર દેશમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો છે.
સાવચેતીના પગલા લેવામાં આવ્યા
દેશભરની અનેક શાળાઓના વહીવટીતંત્રને ઈ-મેઈલ દ્વારા ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હતો. ઈટાલીના શિક્ષણમંત્રી જ્યુસેપ વાલ્ડિટારા અનુસાર, આ ધમકીથી આશરે 300 શાળાઓ પ્રભાવિત થઈ છે અને આ સંખ્યા વધી શકે છે. રોમ, મિલાન, ફ્લોરેન્સ સહિતના મોટા શહેરોની શાળાઓને પણ નિશાન બનાવવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને ઈટાલીની સૈન્ય પોલીસ કારાબિનેરીએ બોમ્બ નિરોધક નિષ્ણાતોની મદદથી તપાસ શરૂ કરી હતી. જોકે, અત્યાર સુધી કોઈપણ શાળામાંથી વિસ્ફોટક સામગ્રી મળી આવી હોવાના પુરાવા સામે આવ્યા નથી. તેમ છતાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલા લેવામાં આવ્યા હતા.
શિક્ષણમંત્રીની કારમાં પણ બોમ્બ મૂક્યાનો દાવો
આ મામલે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે સાંજે 4 વાગ્યે ઈમરજન્સી કેબિનેટ બેઠક બોલાવી હતી. રોમ, મિલાન, નેપલ્સ, ટ્યુરિન, સાનરેમો સહિત અનેક શહેરોની શાળાઓને ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા હતા. ઈ-મેઈલમાં શાળાઓમાં શક્તિશાળી વિસ્ફોટક ઉપકરણો મૂકવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
એટલું જ નહીં, શિક્ષણમંત્રીની કારમાં પણ બોમ્બ મૂક્યાનો દાવો કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ ઈ-મેઈલના સ્ત્રોત અને ધમકીની સત્યતા અંગે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં ધમકીને સમર્થન આપતા કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ આ ઘટનાએ ઈટાલીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વધારી દીધી છે.




