US Tariff: ભારત સહિત 7 દેશો પર 25% સુધીનો ટેક્સ, ચીન માટે 40% દરની દરખાસ્ત!


US Tariff: કયા દેશ પર કેટલો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ?
US Tariff: ભારત સહિત 7 દેશો પર 25% સુધીનો ટેક્સ, ચીન માટે 40% દરની દરખાસ્ત!


US Tariff: કયા દેશ પર કેટલો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ?
US Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ભારત સહિત અનેક દેશો પર નવા ટેરિફ લાદવાની દરખાસ્ત રજૂ કરી છે. અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)ના નવા પ્લાન હેઠળ ભારત સહિત 7 દેશો પર 25 ટકા સુધીનો ટેરિફ લાદવાનો પ્રસ્તાવ છે. જ્યારે ચીન માટે 40 ટકા સુધીના ટેરિફ દરની દરખાસ્ત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ પગલાનો હેતુ મોટા વેપારી ભાગીદારોમાં વધારાની ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતા પર અંકુશ મૂકવા અને અમેરિકાની વેપાર ખાધ ઘટાડવાનો છે.
કયા દેશ પર કેટલો ટેરિફ લગાવવાની દરખાસ્ત?
USTRના પ્રસ્તાવ મુજબ ભારત ઉપરાંત કંબોડિયા, ઈન્ડોનેશિયા, સાઉથ કોરિયા, મલેશિયા, તાઈવાન અને થાઈલેન્ડનો 25 ટકા સુધીના ટેરિફની યાદીમાં સમાવેશ થાય છે. અન્ય દેશો માટે પ્રસ્તાવિત દર નીચે મુજબ છે,
બાંગ્લાદેશ, યુરોપિયન યુનિયન (EU), જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ અને સિંગાપોર: 20 ટકા સુધી
વિયેતનામ: 35 ટકા સુધી
ચીન: 40 ટકા સુધી
પરંતુ USTRએ કેટલીક છૂટછાટો અને મર્યાદાઓ પણ જણાવી છે. કંબોડિયા, ઈન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડ અને બાંગ્લાદેશ માટે ટેરિફ દર મહત્તમ 18 ટકા સુધી મર્યાદિત રહેશે. સાઉથ કોરિયા, તાઈવાન, EU, જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડ માટે મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) ડ્યૂટી સિવાયનો દર 15 ટકા રહેશે. જ્યારે ચીન માટે અગાઉથી લાગુ ટેરિફ સિવાય 20 ટકાનો વધારાનો દર પ્રસ્તાવિત છે. બ્રાઝિલ માટેના પ્રસ્તાવિત ટેરિફ ફેરફારો અંગે 14 જાન્યુઆરી, 2027ના રોજ સુનાવણી યોજાશે.
શા માટે ટેરિફ વધારવાની તૈયારી કરી રહ્યું છે અમેરિકા?
મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકાએ ઔદ્યોગિક સબસિડી અંગે લાંબી તપાસ કર્યા બાદ આ દરખાસ્ત તૈયાર કરી છે. અમેરિકાનું કહેવું છે કે કેટલાક દેશોની સરકારો પોતાની કંપનીઓને સબસિડી, નાણાકીય સહાય અને અન્ય નીતિગત મદદ પૂરી પાડે છે. તેના કારણે વિદેશી ઉત્પાદકો ઓછા ખર્ચે માલ બનાવીને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચી શકે છે.
અમેરિકાના મતે, આ સ્થિતિમાં સ્થાનિક ઉત્પાદકો માટે વિદેશી કંપનીઓ સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ બને છે અને અમેરિકાના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને અસર થાય છે. મીડિયા રિપોર્ટ મુજબ ટ્રમ્પ વહીવટીતંત્ર સરકારી સહાય દ્વારા સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપતા દેશો પર અગાઉથી લાગુ ટેરિફ વધારવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ હાલ આ રેટ પ્રસ્તાવિત છે. આ પગલાંની અંતિમ અસર સંબંધિત નિર્ણય અને અમલની વિગતો પર નિર્ભર રહેશે.




