PM Modi: PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ વચ્ચે ફોન પર વાતચીત, ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીની કરી સમીક્ષા

PM Modi: PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ફોન પર વાતચીત કરી ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારી, વેપાર, સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગની સમીક્ષા કરી.
Nancy Shukal
Nancy Shukal
PM Modi: PM મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે વાતચીતPM Modi: PM મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે વાતચીત

PM Modi: PM મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે વાતચીત

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ વચ્ચે મંગળવારે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને જર્મની વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. આ સાથે જ વેપાર, રોકાણ, સંરક્ષણ અને આધુનિક ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં સહયોગની નવી તકો અંગે ચર્ચા કરી હતી.

વાતચીત બાદ વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે જર્મન ચાન્સેલર સાથેની વાતચીત સાર્થક રહી હતી. બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગના નવા અવસરો ઊભા કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં સતત વધી રહેલા સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને સંરક્ષણ અને અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહકાર વધારવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

ભારત-જર્મની રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ

આ વર્ષે ભારત અને જર્મની વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ ખાસ અવસરે બંને દેશોએ પરસ્પર સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Had a productive conversation with Chancellor Friedrich Merz. We reviewed the growing momentum in the India-Germany Strategic Partnership and discussed ways to unlock new opportunities in trade and investment, defence and advanced technologies.

India and Germany will also continue to work closely together to address global challenges and promote peace, stability and a rules-based international order.

@_FriedrichMerz

@bundeskanzler</p>&mdash; Narendra Modi (@narendramodi) <a href="https://x.com/narendramodi/status/2125221411916833199?ref_src=twsrc%5Etfw">November 24, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

વાતચીત દરમિયાન ભારત-યુરોપિયન યુનિયન (EU) મુક્ત વેપાર કરાર અંગે પણ ચર્ચા થઈ હતી. બંને નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે આ કરારથી ભારત અને જર્મની વચ્ચે વેપાર તથા રોકાણની નવી તકો ઊભી થશે અને આર્થિક સંબંધોને વધુ વેગ મળશે.

પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા

આ સિવાય બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે બહુપક્ષીય મંચો પર સતત સહયોગ જાળવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત અને જર્મની વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરતા રહેશે. તમને જણાવી દઈએ કે ભારત અને જર્મની વચ્ચે વેપાર, સંરક્ષણ, ટેકનોલોજી અને રોકાણ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ સતત વિસ્તરી રહ્યો છે.

આ પણ વાંચો: Balen Shah India Visit: નેપાળના PM બાલેન શાહ બે દિવસની રાજકીય મુલાકાતે ભારત પહોંચ્યા, PM મોદી સાથે થશે મહત્ત્વપૂર્ણ બેઠક