Get News Alerts

Never miss breaking news updates.

Suresh Patel Shot Dead US Tennessee : અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, પુત્રીની સામે ઉદ્યોગપતિને ગોળી મારી

Suresh Patel Shot Dead US Tennessee : અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સનમાં ગુજરાતી ઉદ્યોગપતિની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 56 વર્ષીય સુરેશ પટેલની લૂંટ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી.
Vivek Shah
Vivek ShahUpdated on: 23 Aug 2026 10:22 AM IST
Suresh Patel Shot Dead US Tennessee : અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, પુત્રીની સામે ઉદ્યોગપતિને ગોળી મારીSuresh Patel Shot Dead US Tennessee : અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, પુત્રીની સામે ઉદ્યોગપતિને ગોળી મારી

Suresh Patel Shot Dead US Tennessee

Suresh Patel Shot Dead US Tennessee : ગોળીબાર સમયે તેમની 19 વર્ષની પુત્રી પણ નજીકમાં હાજર હતી. જોકે, સદનસીબે તેમની પુત્રી આ હુમલામાં બચી ગઈ છે. મળતી માહિતી મુજબ, આ ઘટના રિજક્રેસ્ટ રોડ પર આવેલા રિજક્રેસ્ટ સેલર્સ નામના દારૂના સ્ટોરમાં રાત્રે આશરે 9 વાગ્યાના સમયે બની હતી. એક અજાણ્યો માસ્ક પહેરેલો શખ્સ બંદૂક સાથે સ્ટોરમાં ઘૂસ્યો હતો અને કર્મચારીઓ પાસેથી રોકડની માંગણી કરી હતી.

સ્ટોરમાં હાજર લોકોએ લૂંટારુને રોકડ રકમ સોંપી દીધી હતી

આ ગોળીબારમાં સુરેશ પટેલને છાતી અને શરીરના અન્ય ભાગોમાં ગોળી વાગતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની સૌથી કરુણ બાબત એ છે કે જ્યારે હુમલાખોરે ગોળીબાર કર્યો ત્યારે સુરેશ પટેલની 19 વર્ષની પુત્રી તેમની નજીક જ ઉભી હતી.

ગોળીબારની ઘટના તેની નજર સામે બની હતી. સદનસીબે, યુવતીને કોઈ ઈજા પહોંચી નથી. આ ઘટનામાં સ્ટોરમાં રહેતા 70 વર્ષીય એક કર્મચારી પણ ગભરાટમાં નીચે પડી ગયા હતા, જેના કારણે તેમના કાંડામાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી.

જેક્સન પોલીસ વિભાગ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી

પોલીસના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ વ્યક્તિએ પોતાની ઓળખ છુપાવવા માટે પેઇન્ટબોલ સ્ટાઇલનો માસ્ક પહેર્યો હતો. તેની ઓળખ અંગે મળતી માહિતી પ્રમાણે તે ગ્રે હૂડી, જીન્સ અને કાળા બૂટ પહેરેલો હતો. હુમલા બાદ આરોપી સફેદ રંગની સેડાન કારમાં બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

સુરેશ પટેલ મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અખાજ ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકામાં વ્યવસાય સાથે સંકળાયેલા ગુજરાતી પરિવાર માટે આ ઘટના અત્યંત આઘાતજનક બની છે. અમેરિકામાં ભારતીય મૂળના વેપારીઓ અને સ્ટોર માલિકો સાથે બનતી લૂંટ અને હિંસાની ઘટનાઓ વચ્ચે ટેનેસીની આ ઘટનાએ ફરી એકવાર સુરક્ષાને લઈને ચિંતા ઊભી કરી છે. હાલ જેક્સન પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે અને સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે.

આ પણ વાંચો : Surat ના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે કાયમી વેઇટિંગ એરિયા બનશે, રેલવે વિભાગે લીધો નિર્ણય

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે