Get News Alerts

Never miss breaking news updates.

Sudan Gold Mine Collapse : સુદાનમાં સોનાની ખાણ ધરાશાયી, 67 લોકોના થયા મોત

Sudan Gold Mine Collapse : સુદાનના એક વિસ્તારમાં સોનાની ખાણ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 67 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે.
Kunjan ShuklaUpdated on: 16 Sep 2026 04:42 PM IST
Sudan Gold Mine Collapse : સુદાનમાં સોનાની ખાણ ધરાશાયી, 67 લોકોના થયા મોતSudan Gold Mine Collapse : સુદાનમાં સોનાની ખાણ ધરાશાયી, 67 લોકોના થયા મોત

Sudan Gold Mine Collapse

Sudan Gold Mine Collapse : સુદાનના એક વિસ્તારમાં સોનાની ખાણ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 67 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. દુર્ઘટનામાં બાદ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વેસ્ટ કોર્ડોફાન પ્રાંતમાં સર્જાઈ દુર્ઘટના

આ અકસ્માત સુદાનના વેસ્ટ કોર્ડોફાન પ્રાંતના નુહુદ વિસ્તારમાં આવેલા અલ-જારા નામના સ્થળે થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. મંગળવારની મોડી રાત્રે સોનાની ખાણ અચાનક ધરાશાયી થઈ હતી. ખાણની અંદર અનેક સુરંગો આવેલી હોવાથી તેમાં હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખાણ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં જ બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવાની કામગીરી શરૂ કરી. બચાવ ટીમો કાટમાળ હટાવીને અંદર કોઈ વ્યક્તિ જીવિત હોય તો તેને બહાર કાઢવાના પ્રયાસો કરી રહી છે.

મૃત્યુઆંક હજુ વધવાની આશંકા

સ્થાનિક તબીબી અધિકારીઓએ અકસ્માતમાં મૃત્યુઆંક હજુ વધવાની આશંકા વ્યક્ત કરી છે. ખાણની અંદર કેટલા લોકો કામ કરી રહ્યા હતા તેની ચોક્કસ માહિતી હજુ સ્પષ્ટ થઈ નથી. આ કારણે બચાવ કામગીરી દરમિયાન મૃતકો તેમજ ફસાયેલા લોકોની સંખ્યા અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. સોનાની ખાણ ધરાશાયી થયા બાદ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. બચાવકર્મીઓ માટે પણ કાટમાળ વચ્ચે કામગીરી કરવી પડકારજનક બની રહી છે. તેમ છતાં શક્ય તેટલી ઝડપથી લોકોને બહાર કાઢવા માટે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

સુદાનમાં સોનાની ખાણો મોટી સંખ્યામાં લોકો માટે રોજગારનું સાધન છે. જોકે, દૂરદરાજ વિસ્તારોમાં આવેલી કેટલીક ખાણોમાં સલામતીના પડકારો રહેતા હોય છે. અલ-જારામાં બનેલી આ દુર્ઘટના બાદ બચાવ અભિયાન ચાલુ છે અને ખાણમાંથી વધુ લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ રહી છે.

આ પણ વાંચો : India-Pakistanના નૌકાદળના જહાજો અરબી સમુદ્રમાં આવ્યા સામ-સામે, ભારતે નોંધાવ્યો સખત વિરોધ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.