BRICS Summit 2026: શી જિનપિંગ 7 વર્ષ બાદ ભારત પહોંચ્યા, આજે PM મોદી સાથે થશે મહત્વની મુલાકાત; સરહદ-વેપાર સહિતના મુદ્દે મંથન



BRICS Summit 2026
BRICS Summit 2026: શી જિનપિંગ 7 વર્ષ બાદ ભારત પહોંચ્યા, આજે PM મોદી સાથે થશે મહત્વની મુલાકાત; સરહદ-વેપાર સહિતના મુદ્દે મંથન



BRICS Summit 2026
BRICS Summit 2026: 18મા BRICS શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નવી દિલ્હી પહોંચી ગયા છે. જિનપિંગનું ભારત આગમન ખાસ મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે તેઓ લગભગ 7 વર્ષ બાદ ભારતની મુલાકાતે આવ્યા છે. BRICS સમિટ દરમિયાન તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક પણ યોજાવાની છે.
જિનપિંગના આગમન સાથે સુરક્ષા વ્યવસ્થા કડક
શી જિનપિંગના દિલ્હી આગમનને પગલે રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. BRICS સમિટમાં ભારત સહિત 11 દેશોના નેતાઓની હાજરીને ધ્યાનમાં રાખીને દિલ્હીના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થામાં પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આજે PM મોદી સાથે મહત્વની દ્વિપક્ષીય બેઠક
BRICS સમિટની વચ્ચે PM મોદી અને શી જિનપિંગ વચ્ચે આજે સામસામે બેઠક યોજાશે. અહેવાલો અનુસાર બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર છે. બંને નેતાઓ છેલ્લા ત્રણ વર્ષથી સતત સંપર્કમાં છે અને આ બેઠક ભારત-ચીન સંબંધોને નવી દિશા આપવા માટે મહત્વપૂર્ણ બની શકે છે.
સરહદથી લઈને વેપાર સુધીના મુદ્દે ચર્ચાની શક્યતા
મોદી-જિનપિંગ બેઠકમાં ભારત-ચીન સરહદ વ્યવસ્થાપન, LAC સાથે જોડાયેલા મુદ્દા, વેપાર અને આર્થિક સંબંધો સહિતના મહત્વના વિષયો પર ચર્ચા થવાની શક્યતા છે. બંને દેશો વચ્ચે 2020ના સરહદી તણાવ બાદ સંબંધોમાં ધીમે ધીમે સુધારાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સરહદ અને વેપાર અસંતુલન જેવા મુદ્દાઓ હજુ પડકારરૂપ છે.
વેપાર અને આર્થિક સહયોગ પણ મહત્વનો મુદ્દો
ભારત અને ચીન વચ્ચેના વેપાર સંબંધો પણ બેઠકમાં મહત્વનો મુદ્દો બની શકે છે. બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ફરી મજબૂત થઈ રહ્યા છે, જોકે વેપાર ખાધ અને બજાર સુધી પહોંચ જેવા મુદ્દાઓ અંગે ભારતની ચિંતાઓ યથાવત છે.
BRICSના મંચ પરથી સંબંધોમાં નવી શરૂઆતની આશા
ચીન તરફથી ભારત સાથે સંવાદ વધારવા, સહયોગ મજબૂત કરવા અને મતભેદોને યોગ્ય રીતે સંભાળવાનો સંદેશ આપવામાં આવ્યો છે. ત્યારે જિનપિંગની ભારત મુલાકાત અને મોદી સાથેની બેઠકને બંને દેશો વચ્ચેના સંબંધોને સ્થિરતા આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.






