Spain Train Accident: સ્પેનમાં ભયાનક ટ્રેન દુર્ઘટના, બે હાઈ-સ્પીડ ટ્રેન વચ્ચે ટક્કર, 40થી વધુ લોકોનાં મોત

Spain Train Accident: સ્પેનના મેડ્રિડમાં બે હાઈ-સ્પીડ ટ્રેન વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 40 થી વધુ લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.
Nancy ShuklaUpdated on: 28 Oct 2026 05:17 PM IST
Spain Train Accident: સ્પેનમાં ભયાનક ટ્રેન દુર્ઘટના, બે હાઈ-સ્પીડ ટ્રેન વચ્ચે ટક્કર, 40થી વધુ લોકોનાં મોતSpain Train Accident: સ્પેનમાં ભયાનક ટ્રેન દુર્ઘટના, બે હાઈ-સ્પીડ ટ્રેન વચ્ચે ટક્કર, 40થી વધુ લોકોનાં મોત

Spain Train Accident

Spain Train Accident: યુરોપના દેશ સ્પેનમાં મેડ્રિડના દક્ષિણ વિસ્તારમાં બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે ભયાનક ટક્કર થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 40થી વધુ લોકોનાં મોત થયાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મૃતકોની સંખ્યામાં વધુ વધારો થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

ટોલેડો નજીક ભયાનક અકસ્માત

મળતી માહિતી અનુસાર, સ્પેનના ટોલેડો નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. શરૂઆતમાં પ્રાદેશિક સરકારે 10 લોકોનાં મોત થયાં હોવાની માહિતી આપી હતી. પરંતુ ત્યારબાદ મૃત્યુઆંક વધીને 46 સુધી પહોંચ્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા.

પ્રાદેશિક સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અકસ્માત અંગે મળી રહેલી માહિતી ચિંતાજનક છે. દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને બચાવવા અને અસરગ્રસ્તોને મદદ પહોંચાડવા માટે ઈમરજન્સી સેવાઓ કાર્યરત હોવાના પણ સમાચાર સામે આવ્યા છે.

<blockquote class="twitter-tweet"><p lang="es" dir="ltr">Consternado ante el grave accidente de trenes en Toledo. Permanezco en constante contacto con el ministro de Transportes, @oscar_puente_, y con el presidente de Castilla-La Mancha, @garciapage.

Los servicios de emergencia están trabajando sobre el terreno para atender a las personas afectadas y garantizar su seguridad, en coordinación con todas las administraciones implicadas.

Mi cariño, solidaridad y apoyo a todas las víctimas y sus familias.</p>&mdash; Pedro Sánchez (@sanchezcastejon) <a href="https://x.com/sanchezcastejon/status/2115373443998765147?ref_src=twsrc%5Etfw">October 28, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે દુઃખ વ્યક્ત કર્યું

સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે આ દુઃખદ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે ટ્રેન દુર્ઘટનાના સમાચારથી તેઓ સ્તબ્ધ છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે તેઓ પરિવહન મંત્રી અને કાસ્ટિલા-લા માંચાના પ્રાદેશિક પ્રમુખના સતત સંપર્કમાં છે. તેમને વધુમાં કહ્યું કે અસરગ્રસ્તોની મદદ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઈમરજન્સી સેવાઓ તથા સંબંધિત વહીવટી તંત્ર સાથે મળીને કામ કરી રહ્યાં છે. તેમને મૃતકોના પરિવારો અને તમામ અસરગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

સ્પેનના હાઈ-સ્પીડ રેલ નેટવર્ક પર બીજી ઘટના?

મીડિયા રિપોર્ટ મુજબ આ વર્ષે સ્પેનના હાઈ-સ્પીડ રેલ નેટવર્ક પર ટ્રેનની ટક્કર સાથે જોડાયેલી બીજી ઘટના સામે આવી છે. પરંતુ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ અને સત્તાવાર માહિતીની રાહ જોવી જરૂરી છે.

આ ભયાનક દુર્ઘટનાએ સ્પેનમાં રેલવે સુરક્ષાને લઈને ચિંતા વધારી છે. હાલ બચાવ કામગીરી, મૃતકોની ઓળખ અને અકસ્માતની પરિસ્થિતિ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો: BRICSના સંસદીય મંચે પહેલગામ આતંકી હુમલાની કરી કડક નિંદા, સરહદ પારના આતંકવાદ સામે સંયુક્ત લડતનું આહ્વાન

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.