Get News Alerts

Never miss breaking news updates.

South Africa Firing : દક્ષિણ આફ્રિકામાં ફાયરિંગની ઘટના, 11 લોકોના મોત, 3 ઘાયલ

South Africa Firing : દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નટાલ પ્રાંતમાં મંગળવારની રાત્રે થયેલા સામૂહિક ગોળીબારમાં 11 લોકોના મોત અને ત્રણ લોકો ઘાયલ થયા છે.
Kunjan ShuklaUpdated on: 23 Sep 2026 08:48 PM IST
South Africa Firing : દક્ષિણ આફ્રિકામાં ફાયરિંગની ઘટના, 11 લોકોના મોત, 3 ઘાયલSouth Africa Firing : દક્ષિણ આફ્રિકામાં ફાયરિંગની ઘટના, 11 લોકોના મોત, 3 ઘાયલ

South Africa Firing

South Africa Firing : દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નટાલ પ્રાંતમાં મંગળવારની રાત્રે થયેલા સામૂહિક ગોળીબારમાં 11 લોકોના મોત અને ત્રણ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા મુજબ, ઘટના ડર્બન શહેરથી આશરે 30 કિલોમીટર દક્ષિણે આવેલા ક્વામાખુથા વિસ્તારના ઝિકો વિસ્તારમાં બની હતી.

ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા

ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાપોલીસના જણાવ્યા અનુસાર, એક ઘરમાં પાર્ટી ચાલી રહી હતી, જેમાં 13 પુરુષો અને એક મહિલા હાજર હતા. મહિલા ગર્ભવતી હોવાની માહિતી આપવામાં આવી છે. આ દરમિયાન ત્રણ હથિયારધારી લોકો ત્યાં પહોંચ્યા અને હાજર લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો. હુમલામાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમાંથી એકનું બાદમાં મોત થતાં મૃત્યુઆંક 11 થયો હતો.

તપાસમાં કેટલાક મહત્વપૂર્ણ સંકેતો મળ્યા

ઘટનાની જાણ થતાં પોલીસ અને તપાસ ટીમો સ્થળ પર પહોંચી હતી. દક્ષિણ આફ્રિકન પોલીસ સર્વિસ (SAPS)ના કાર્યકારી રાષ્ટ્રીય કમિશનર પુલેન ડિમ્પાનેએ આરોપીઓને ઝડપી પાડવા માટે 72 કલાકનું ટ્રેકિંગ ઓપરેશન શરૂ કરવાનો આદેશ આપ્યો છે. પોલીસે જણાવ્યું છે કે તપાસમાં કેટલાક મહત્વપૂર્ણ સંકેતો મળ્યા છે, જેના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી

હાલ સુધીમાં ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, પોલીસના પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક મૃતકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને ક્રાઈમ ઈન્ટેલિજન્સની નજર હેઠળ હતા. પોલીસે કહ્યું છે કે હરીફ જૂથો વચ્ચેનો વિવાદ પણ હુમલા પાછળનું સંભવિત કારણ હોઈ શકે છે, પરંતુ આ અંગે હજુ તપાસ ચાલી રહી છે. દક્ષિણ આફ્રિકામાં ગોળીબારની આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ અને ઘટનાની ફોરેન્સિક તપાસ ચાલુ છે. અધિકારીઓએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : Hormuz Straitમાં કાર્ગો જહાજ સાથે 'અજાણ્યા પ્રોજેક્ટાઈલ'ની ટક્કર, લાગી આગ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.