Nepal Flood : તિબેટથી અચાનક આવ્યું પૂર, નેપાળમાં તબાહી, ગાડીઓ તણાઈ અને વેપારીઓને મોટું નુકસાન



Nepal Flood
Nepal Flood : તિબેટથી અચાનક આવ્યું પૂર, નેપાળમાં તબાહી, ગાડીઓ તણાઈ અને વેપારીઓને મોટું નુકસાન



Nepal Flood
Nepal Flood : પૂર એટલું ભયાનક હતું કે રસ્તા પર ઊભેલી અનેક ગાડીઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી, જ્યારે ત્રણ પોલીસ ચોકીઓને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, રસુવા જિલ્લાના ટિમુરે બજાર અને આસપાસના વિસ્તારોમાં અચાનક પૂરનું પાણી ફરી વળ્યું હતું.
જિલ્લા પોલીસ કાર્યાલયના જણાવ્યા અનુસાર, આજે સવારે આશરે 9 વાગ્યાની આસપાસ અચાનક આવેલા ભારે પૂરના કારણે ટિમુરે બજારની વસાહતને અસર થઈ હતી.
નેપાળમાં તિબેટથી આવેલા સેલાબનો કહેર
અચાનક ધસી આવેલા પાણીના પ્રવાહને કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. પૂરનું પાણી એટલી ઝડપથી આગળ વધ્યું કે અનેક વાહનો તેની ઝપેટમાં આવી ગયા અને પાણીના પ્રવાહમાં તણાઈ ગયા. સ્થાનિક વિસ્તારોમાં રસ્તાઓ અને અન્ય માળખાકીય સુવિધાઓને પણ નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે.
રસુવા સરહદી વિસ્તારમાં આવેલા ટિમુરે બોર્ડર પોઈન્ટ પર પણ પૂરથી મોટા પાયે નુકસાન થયું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ટિમુરે સહિત આસપાસના બે બજારોમાં ભારે તારાજી સર્જાઈ છે. અનેક દુકાનો અને સ્થાનિક વસાહતો પર પૂરની અસર જોવા મળી છે.
પૂરનું પાણી આવ્યું અને બધું તણાઈ ગયું!
પૂરના પાણીથી માત્ર રહેણાંક અને બજાર વિસ્તારો જ નહીં, પરંતુ ત્રણ પોલીસ ચોકીઓને પણ નુકસાન થયું છે. આ ઉપરાંત અનેક હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સને પણ નુકસાન પહોંચ્યું હોવાની માહિતી છે. જેના કારણે સ્થાનિક માળખાકીય સુવિધાઓ સામે પણ મોટો પડકાર ઊભો થયો છે. તિબેટમાંથી અચાનક આવેલા પાણીના પ્રવાહે આ વિસ્તારમાં પૂર જેવી ગંભીર સ્થિતિ ઊભી કરી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિનો તાગ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
રસુવા જિલ્લો નેપાળ-તિબેટ સરહદ સાથે જોડાયેલો હોવાથી આ વિસ્તાર વ્યૂહાત્મક અને વેપારી દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. ટિમુરે બોર્ડર પોઈન્ટ પર થયેલા નુકસાનથી સરહદી વ્યવહાર અને સ્થાનિક વેપાર પર પણ અસર થવાની શક્યતા છે. હાલમાં સૌથી મોટી ચિંતા અસરગ્રસ્ત લોકોની સુરક્ષા અને નુકસાનનું મૂલ્યાંકન કરવાની છે. અચાનક આવેલા આ પૂરે ફરી એકવાર પહાડી વિસ્તારોમાં અચાનક પૂર અને કુદરતી આફતો સામેની તૈયારીઓની જરૂરિયાતને ઉજાગર કરી છે.
આ પણ વાંચો : Alien World માં Akshay Kumar ની ધમાકેદાર એન્ટ્રી, ‘સમુક’ બની રહી છે મેગા ફિલ્મ

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



