Nepal Flood : ભયાનક પૂર બાદ વિદેશી મદદ સ્વીકારવા તૈયાર નેપાળ તૈયાર, ભારત સહિત અનેક દેશોએ મદદનો હાથ લંબાવ્યો



Nepal Flood
Nepal Flood : ભયાનક પૂર બાદ વિદેશી મદદ સ્વીકારવા તૈયાર નેપાળ તૈયાર, ભારત સહિત અનેક દેશોએ મદદનો હાથ લંબાવ્યો



Nepal Flood
Nepal Flood : શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય શોધ અને બચાવ ટીમોની મદદ ન લેવાનો નિર્ણય કરનાર નેપાળ હવે ચોક્કસ વિસ્તારોમાં વિદેશી નિષ્ણાતોની મર્યાદિત મદદ લેવા તૈયાર થયું છે. મળતી માહિતી મુજબ, નેપાળ સરકારના આ નિર્ણય પાછળ વિવિધ દેશો તરફથી વધેલું રાજદ્વારી દબાણ પણ એક મહત્વનું કારણ છે.
આ આપત્તિમાં અનેક વિદેશી નાગરિકો લાપતા હોવાના કારણે તેમના દેશોએ બચાવ કામગીરીમાં સહયોગ આપવા માટે નેપાળ સમક્ષ રજૂઆત કરી હતી.
નેપાળમાં પૂરથી હાહાકાર
નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, આ ત્રાસદીમાં અત્યાર સુધીમાં 579થી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે આશરે 1,000 લોકો હજુ લાપતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. લાપતા લોકોમાં 31 દેશોના કુલ 517 વિદેશી નાગરિકોનો સમાવેશ થતો હોવાના અહેવાલ છે.
નેપાળ ટૂરિઝમ બોર્ડના આંકડા મુજબ લાપતા વિદેશી નાગરિકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. આશરે 178 ભારતીય નાગરિકો લાપતા હોવાનું જણાવાયું છે. ત્યારબાદ 65 અમેરિકન, 53 યુક્રેનિયન, 35 ઓસ્ટ્રેલિયન અને 33 બ્રિટિશ નાગરિકો લાપતા હોવાનું સામે આવ્યું છે.
પૂરથી ભયાનક તબાહી વચ્ચે નેપાળનો મોટો નિર્ણય
આપત્તિ બાદ શરૂઆતમાં નેપાળ સરકારે જણાવ્યું હતું કે તેના સુરક્ષા દળો અને સ્થાનિક બચાવકર્મીઓ દુર્ગમ વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિથી સારી રીતે પરિચિત છે અને તેઓ જ મોટા પાયે બચાવ કામગીરી સંભાળી શકે છે. જોકે, હવે સરકારે ટનલમાંથી લોકોને બહાર કાઢવા, DNA ટેસ્ટ અને ફોરેન્સિક તપાસ જેવા ચોક્કસ કામોમાં મર્યાદિત વિદેશી નિષ્ણાતોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે.
નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે પણ સ્પષ્ટતા કરી છે કે સરકારે મિત્ર દેશો અથવા આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદને નકારી નથી. તેમના જણાવ્યા અનુસાર, શરૂઆતના તબક્કામાં નેપાળ પોતાની સુરક્ષા દળોની મહત્તમ તૈનાતીને પ્રાથમિકતા આપવા માગે છે.
579થી વધુ મોત બાદ નેપાળનો મોટો નિર્ણય
બચાવની વ્યૂહરચના દેશની ક્ષમતા, તાત્કાલિક જરૂરિયાત અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી રહી છે. બીજી તરફ, ભારત સહિત અનેક દેશોએ નેપાળને રાહત અને બચાવ કામગીરીમાં સહાયની ઓફર કરી છે. પૂરથી રસ્તાઓ, પુલો, વસાહતો અને જળવિદ્યુત માળખાને પણ ભારે નુકસાન થયું છે. હવે વિદેશી નિષ્ણાતોની મર્યાદિત મદદથી લાપતા લોકોને શોધવા અને મૃતદેહોની ઓળખ સહિતની કામગીરીમાં ઝડપ આવવાની આશા છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



