Mexico Planecrash : મેક્સિકોમાં મોટો વિમાન અકસ્માત ટળ્યો, હાઈવે પર ખાબકયું પ્લેન, 6 મુસાફર સુરક્ષિત


Mexico Planecrash મેકિસકોમાં મોટી પ્લેન દુર્ઘટના સર્જાઈ મુસાફરોનો બચાવ થયો
Mexico Planecrash : મેક્સિકોમાં મોટો વિમાન અકસ્માત ટળ્યો, હાઈવે પર ખાબકયું પ્લેન, 6 મુસાફર સુરક્ષિત


Mexico Planecrash મેકિસકોમાં મોટી પ્લેન દુર્ઘટના સર્જાઈ મુસાફરોનો બચાવ થયો
Mexico Planecrash : ટેકઓફ દરમિયાન એક નાનું વિમાન નિયંત્રણ ગુમાવીને હાઈવે પર ખાબક્યું હતું. દુર્ઘટના બાદ વિમાનમાં આગ લાગી હતી અને આસપાસ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જોકે, સદનસીબે વિમાનમાં સવાર તમામ 6 લોકોનો સુરક્ષિત બચાવ થયો હતો.
મળતી માહિતી મુજબ, આ ઘટના મેક્સિકોના ન્યૂવો લિયોન રાજ્યના અપોડાકા વિસ્તારમાં મોન્ટેરી-ન્યૂવો લારેડો હાઈવે નજીક બની હતી. વિમાન નોર્થ એરપોર્ટ પરથી ટેકઓફ કરી રહ્યું હતું ત્યારે અચાનક મુશ્કેલી સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, વિમાનમાં ટેકનિકલ ખામી અથવા પાવર ગુમાવવાની સ્થિતિ સર્જાઈ હોવાની આશંકા છે.
રનવે પરથી સીધું હાઈવે પર ખાબક્યું વિમાન
ટેકઓફ દરમિયાન વિમાન રનવે પરથી આગળ નીકળી ગયું હતું અને એરપોર્ટની સીમા પાર કરીને હાઈવે તરફ ખાબક્યું હતું. વિમાન રસ્તા પર પડતાં જ આગ લાગી હતી. ઘટનાના પગલે હાઈવે પર વાહનચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક લોકોએ તાત્કાલિક મદદ માટે પ્રયાસો કર્યા હતા. વિમાનમાં બે ક્રૂ મેમ્બર અને ચાર મુસાફરો સહિત કુલ છ લોકો સવાર હતા. દુર્ઘટના બાદ તમામ લોકો વિમાનમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.
સ્થાનિક ઇમરજન્સી અને સિવિલ પ્રોટેક્શન ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનમાં સવાર તમામ છ લોકો બચી ગયા છે. તેમને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને તબીબી તપાસ અને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. કોઈ જાનહાનિ થઈ નથી.
મેક્સિકોમાં વિમાન દુર્ઘટનાનો ભયાનક વીડિયો
દુર્ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહારને અસર થઈ હતી. આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વિમાનના અવશેષો અને આગને કારણે માર્ગ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
હાલ વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. ટેકનિકલ ખામી, એન્જિનની સમસ્યા અથવા ટેકઓફ દરમિયાન સર્જાયેલી અન્ય પરિસ્થિતિઓ અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે. આ દુર્ઘટનામાં વિમાન આગની લપેટમાં આવી ગયું હોવા છતાં તમામ છ લોકોનો બચાવ થતાં મોટી જાનહાનિ ટળી છે.




