Egypt Fuel Tanker Accident : ઇજિપ્તમાં ફ્યુઅલ ટેન્કર પલટતાં ભીષણ આગ, 31 ના મોત અને 21 ઈજાગ્રસ્ત થયા


Egypt Fuel Tanker Accident કૈરોના ફ્યુઅલ ટેન્કર પલટતાં ભીષણ આગ
Egypt Fuel Tanker Accident : ઇજિપ્તમાં ફ્યુઅલ ટેન્કર પલટતાં ભીષણ આગ, 31 ના મોત અને 21 ઈજાગ્રસ્ત થયા


Egypt Fuel Tanker Accident કૈરોના ફ્યુઅલ ટેન્કર પલટતાં ભીષણ આગ
Egypt Fuel Tanker Accident : આ આગ એટલી વિકરાળ હતી કે આસપાસથી પસાર થતાં અનેક વાહનો પણ તેની લપેટમાં આવી ગયાં હતાં. આ ગમખ્વાર દુર્ઘટનામાં 31 લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય 21 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, આ અકસ્માત કૈરોને ચારે તરફથી ઘેરતા મહત્ત્વપૂર્ણ રિંગ રોડ પર થયો હતો. ગ્રેટર કૈરો વિસ્તારના ગીઝા પ્રાંતના ગીચ વસ્તી ધરાવતા વર્રાક વિસ્તારમાં હાઇવે પર અચાનક ઇંધણ ટેન્કર પલટી ગયું હતું. ટેન્કર પલટતાં જ તેમાં આગ ભભૂકી ઊઠી હતી. ત્યારબાદ આગે આસપાસનાં વાહનોને પણ પોતાની લપેટમાં લઈ લીધાં હતાં.
ઇજિપ્તમાં ટેન્કર બન્યું આગનો ગોળો
આગની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બે ડઝનથી વધુ કાર અને મોટરસાઇકલ આગમાં બળીને ખાક થઈ ગયાં હતાં. હાઇવે પર એકસાથે અનેક વાહનો આગની લપેટમાં આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાહનચાલકો અને મુસાફરોને બચવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઇજિપ્તના આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ આ દુર્ઘટનામાં 31 લોકોનાં મોત અને 21 લોકો ઘાયલ થયાની પુષ્ટિ કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ અને ઘાયલોની સ્થિતિ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
પેટ્રોલ ટેન્કર પલટતાં ભીષણ આગ ફાટી નીકળી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગને કારણે હાઇવે પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. અનેક વાહનો બળીને ખાક થતાં ઘટનાસ્થળે ભારે નુકસાન જોવા મળ્યું હતું. હાલ આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ જરૂરી છે. ટેન્કર કયા સંજોગોમાં પલટ્યું અને આગ કેવી રીતે ફેલાઈ તે અંગે સત્તાવાર તપાસમાં વધુ વિગતો સામે આવી શકે છે.
ઇજિપ્તની આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. એક જ અકસ્માતમાં 31 લોકોનાં મોત અને 21 લોકો ઘાયલ થવાની ઘટનાએ હાઇવે પર ઇંધણ પરિવહન દરમિયાન સલામતીના નિયમો અને આગ નિયંત્રણ વ્યવસ્થાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર કરી છે.
આ પણ વાંચો : Gujarat Latest News Live : નલિયા 13.8°C સાથે સતત બીજા દિવસે સૌથી ઠંડુ શહેર




