America : રાક્ષસી વાવાઝોડાનું બીજું નામ 'નોર ઈસ્ટર'


America
America : રાક્ષસી વાવાઝોડાનું બીજું નામ 'નોર ઈસ્ટર'


America
New Jerseyથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો વિશેષ અહેવાલ
America : વાવાઝોડું અમેરિકાના પૂર્વીય દરિયાકાંઠાથી શરૂ કરીને નોર્થ કેરોલિના, ડેલાવેર, ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક અને સમગ્ર ન્યૂ ઇંગ્લેન્ડ (કનેક્ટિકટ, મેસેચ્યુસેટ્સ, રોડ આઇલેન્ડ વગેરે) સુધી હજારો ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું હતું.
View post on Instagram
2012માં આવેલા Super storm 'Sandy'ની જેમ તબાહી મચાવનાર વાવાઝોડું
દરિયાકાંઠાના વિસ્તારોમાં તેના કારણે કરોડો ડોલરનું આર્થિક નુકસાન થયું છે. ન્યૂ જર્સીના Surf Cityમાં એક બોટ પાર્કિંગ વ્યવસાયના માલિકના જણાવ્યા મુજબ, પૂરના પાણી ઘૂસી જવાથી માત્ર તેમના એક જ વ્યવસાયને $40 લાખ (આશરે રૂ.33 કરોડથી વધુ)નું નુકસાન થવાનો અંદાજ છે.
1 લાખ 30 હજારથી વધુ ઘરોમાં વીજળી ગુલ
સમગ્ર પૂર્વોત્તર (Northeast) ક્ષેત્રમાં હજારો ઘરોમાં પૂરના પાણી ભરાવા, 1 લાખ 30 હજારથી વધુ ઘરોમાં વીજળી ગુલ થવી અને હાઈવે તથા દરિયાકાંઠાના ધોવાણને કારણે આ તોફાનથી કરોડો ડોલર (અબજો રૂપિયા)નું આર્થિક નુકસાન થવાનો પ્રાથમિક અંદાજ છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા નુકસાનનો ચોક્કસ આંકડો જાહેર કરવામાં આવશે.
કેટલાક રસપદ તથ્યો
પૂરની ભયાનક સ્થિતિ વચ્ચે પણ અમેરિકનોની અનોખી લાઈફસ્ટાઈલ જોવા મળી. ન્યૂ યોર્ક સિટી અને ન્યૂ જર્સીના રસ્તાઓ નદી જેવા બની જતાં લોકો રસ્તા પર કાયાક (એક પ્રકારની નાની હોડી) ચલાવતા અને દરિયા કિનારે રાક્ષસી મોજા પર સર્ફિંગ કરતા જોવા મળ્યા હતા.
ન્યૂ યોર્કના મોન્ટૌક (Montauk) વિસ્તારમાં પવનની ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાક (81 mph) નોંધાઈ હતી. આ સિવાય, ઉત્તર કેરોલિનાના આઉટર બેંક્સ વિસ્તારમાં દરિયામાં 12 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા, જે સામાન્ય રહેણાંક મકાનના બે માળ જેટલા ઊંચા ગણાય.
આ તોફાનને 'નોર'ઇસ્ટર' કેમ કહેવાય છે?
હવામાન વિજ્ઞાન અનુસાર, આ પ્રકારના ચક્રવાત અમેરિકાના પૂર્વીય દરિયાકાંઠે સર્જાય છે અને તેના કારણે પૂર્વોત્તર (North-East) દિશામાંથી અત્યંત તીવ્ર અને ઠંડા પવનો ફૂંકાય છે, તેથી તેનું નામ 'Nor easter' રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે શિયાળામાં બરફવર્ષા લાવતા આ તોફાનો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં આવવા તે ખૂબ જ દુર્લભ ઘટના માનવામાં આવે છે.





