Get News Alerts

Never miss breaking news updates.

G20 વેપાર મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા અમેરિકા જશે પીયૂષ ગોયલ, ભારત-અમેરિકા BTA પર પણ થશે ચર્ચા

G20 Trade Ministers Meeting : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ 29 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર 2026 દરમિયાન અમેરિકાની મુલાકાત લેશે.
Kunjan ShuklaUpdated on: 28 Sep 2026 08:56 PM IST
G20 વેપાર મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા અમેરિકા જશે પીયૂષ ગોયલ, ભારત-અમેરિકા BTA પર પણ થશે ચર્ચાG20 વેપાર મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા અમેરિકા જશે પીયૂષ ગોયલ, ભારત-અમેરિકા BTA પર પણ થશે ચર્ચા

G20 Trade Ministers Meeting

G20 Trade Ministers Meeting : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ 29 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર 2026 દરમિયાન અમેરિકાની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ મિલવૉકી, વિસ્કોન્સિનમાં યોજાનારી G20 ટ્રેડ મિનિસ્ટર્સ મીટિંગમાં ભાગ લેશે અને ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) અંગે અમેરિકી અધિકારીઓ સાથે ચર્ચા કરશે.

બહુપક્ષીય વેપાર વ્યવસ્થાના ભવિષ્ય અંગે ચર્ચા

G20 ટ્રેડ મિનિસ્ટર્સની બેઠક 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે યોજાશે. અમેરિકી વેપાર પ્રતિનિધિ (USTR)ના આમંત્રણ પર યોજાનારી આ બેઠકમાં G20 દેશોના વેપાર મંત્રીઓ વૈશ્વિક વેપાર સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ અને બહુપક્ષીય વેપાર વ્યવસ્થાના ભવિષ્ય અંગે ચર્ચા કરશે. ભારત બેઠક દરમિયાન નિયમ આધારિત, ખુલ્લી, પારદર્શક અને ભેદભાવરહિત વૈશ્વિક વેપાર વ્યવસ્થાના પક્ષમાં પોતાનું વલણ રજૂ કરશે. સાથે જ વિકાસશીલ દેશો માટે જરૂરી નીતિગત લવચીકતા જાળવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવશે. મુલાકાત દરમિયાન પીયૂષ ગોયલ વિવિધ દેશોના સમકક્ષ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.

બંને દેશોની કંપનીઓ વચ્ચે સહયોગની તકો

આ ચર્ચાઓમાં ખેડૂતો, માછીમારો, મહિલા ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ અને MSME માટે નવા વેપાર અવસરો ઊભા કરવા સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મુલાકાતનું મહત્વનું પાસું ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી Bilateral Trade Agreement (BTA) અંગેની વાટાઘાટો રહેશે. ગોયલ અમેરિકી વેપાર પ્રતિનિધિ જામીસન ગ્રીર સાથે બેઠક કરીને સંતુલિત અને પરસ્પર લાભદાયી વેપાર કરાર તરફની ચર્ચાને આગળ વધારશે.

બંને દેશો 7 ફેબ્રુઆરી 2026ના સંયુક્ત નિવેદન અનુસાર અંતરિમ વેપાર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવા માટે પણ કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ગોયલ મિલવૉકી અને શિકાગોમાં અમેરિકાની અગ્રણી કંપનીઓ, ઉદ્યોગ સંગઠનો, સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારો સાથે મુલાકાત કરશે. આ બેઠકોમાં ભારતમાં રોકાણ, મેન્યુફેક્ચરિંગ વિસ્તરણ અને બંને દેશોની કંપનીઓ વચ્ચે સહયોગની તકો અંગે ચર્ચા થશે. શિકાગોમાં તેઓ ગાંધી જયંતી નિમિત્તે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને ભારતીય મૂળના વ્યાવસાયિકો તથા પ્રવાસી ભારતીય સમુદાયના પ્રતિનિધિઓ સાથે પણ સંવાદ કરશે.

આ પણ વાંચો : Digital Tolling : ડિજિટલ ટોલિંગને નવી ગતિ, FASTag Annual Passના 1 કરોડ યુઝર્સનો આંકડો પાર

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.