Delimitation Bill 2026: મહિલા અનામત અને સીમાંકન બિલને કેબિનેટની મંજૂરી, લોકસભાની બેઠક 850 સુધી વધવાની શક્યતા


સીમાંકન બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
Delimitation Bill 2026: મહિલા અનામત અને સીમાંકન બિલને કેબિનેટની મંજૂરી, લોકસભાની બેઠક 850 સુધી વધવાની શક્યતા


સીમાંકન બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
Delimitation Bill 2026: કેન્દ્ર સરકારે મહિલા અનામત અને લોકસભાની બેઠકોમાં વધારો કરવાના મુદ્દે મોટો નિર્ણય લીધો હોવાના અહેવાલો સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સેવા તીર્થ ખાતે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સીમાંકન દ્વારા મહિલાઓને અનામત આપતા બંધારણીય સુધારા વિધેયકને મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી છે.
50 ટકાનો વધારો કરવામાં આવશે
પ્રસ્તાવિત વ્યવસ્થા મુજબ તમામ રાજ્યોમાં લોકસભાની બેઠકોની સંખ્યામાં સમાન પ્રમાણમાં 50 ટકાનો વધારો કરવામાં આવશે. આ વ્યવસ્થા વર્ષ 2051 સુધી અમલી રાખવાની જોગવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા 30 નવેમ્બરે લોકસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ સત્રમાં વિધેયક રજૂ થવાની શક્યતા છે.
મહિલાઓ માટે 33 ટકા અનામતનો માર્ગ મોકળો થઈ શકે
પ્રસ્તાવિત સીમાંકન બાદ લોકસભાની કુલ બેઠકોની સંખ્યા વધીને 850 સુધી પહોંચી શકે છે. ઉત્તર પ્રદેશમાં બેઠકો 80થી વધીને 120, બિહારમાં 40થી 60, મહારાષ્ટ્રમાં 48થી 72, પશ્ચિમ બંગાળમાં 42થી 63 અને તમિલનાડુમાં 39થી આશરે 59 થઈ શકે છે. સીમાંકન વિધેયક સાથે મહિલા અનામતને જોડવામાં આવ્યું હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે. આ વ્યવસ્થાથી 2029ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓ માટે 33 ટકા અનામતનો માર્ગ મોકળો થઈ શકે છે.
વિપક્ષમાં રાજકીય ચર્ચા તેજ
આ મુદ્દે વિપક્ષી પક્ષોમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી છે. NCP (શરદ પવાર જૂથ)નાં નેતા સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે વિધેયકની વિગતો જોયા વિના તેઓ કોઈ ટિપ્પણી કરી શકે નહીં. બીજી તરફ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે સરકાર પર આક્ષેપો કર્યા હતા. DMKના વલણ અંગે પણ રાજકીય ચર્ચા ચાલી રહી છે. સીમાંકન અને મહિલા અનામતનો મુદ્દો આગામી દિવસોમાં સંસદમાં મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બની શકે છે.




