West Bengal : STFની મોટી કાર્યવાહી, 15 વર્ષથી ફરાર માઓવાદી નેતા અસીન મંડલ ઝડપાયો


West Bengal
West Bengal : STFની મોટી કાર્યવાહી, 15 વર્ષથી ફરાર માઓવાદી નેતા અસીન મંડલ ઝડપાયો


West Bengal
West Bengal : પશ્ચિમ બંગાળમાં કોલકાતા પોલીસની STFને મોટી સફળતા મળી છે. STFએ CPI (માઓવાદી)ના વરિષ્ઠ નેતા અસીન મંડલ ઉર્ફે આકાશની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ અસીન મંડલ CPI (માઓવાદી)ની સેન્ટ્રલ કમિટીના સભ્ય ઉપરાંત પશ્ચિમ બંગાળ સ્ટેટ કમિટી-Iના સચિવ તરીકે પણ જવાબદારી સંભાળતો હતો.
માઓવાદી નેટવર્ક સાથે જોડાયેલા લોકોની માહિતી એકત્ર કરાશે
પોલીસે તેને પૂર્વ મેદિનીપુર જિલ્લાના પટાશપુરના લાલાટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ અસીન મંડલ છેલ્લા લગભગ 15 વર્ષથી કાયદાથી બચી રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન તે અલગ-અલગ રાજ્યોના જંગલ વિસ્તારોમાં છુપાઈને રહેતો હોવાનું પોલીસનું કહેવું છે. STFને અસીન મંડલની હિલચાલ અંગે ટેક્નિકલ ઈન્ટેલિજન્સ મારફતે મહત્વની માહિતી મળી હતી. આ માહિતીના આધારે ટીમે ચોક્કસ ઓપરેશન હાથ ધરી તેને ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે અને તેના જૂના સંપર્કો તથા માઓવાદી નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
CMએ ફરાર આરોપીની ધરપકડને પોલીસની ઓપરેશનલ ક્ષમતાનું ઉદાહરણ ગણાવ્યું
મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ આ કાર્યવાહીને લઈને પોલીસ અધિકારીઓ અને જવાનોની કામગીરીની પ્રશંસા કરી છે. તેમણે ટેક્નિકલ ઈન્ટેલિજન્સના આધારે લાંબા સમયથી ફરાર આરોપીની ધરપકડને પોલીસની ઓપરેશનલ ક્ષમતાનું ઉદાહરણ ગણાવ્યું. ખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં 'રેડ ટેરર'નું નેટવર્ક ફરી ઉભું કરવાની કોઈપણ પ્રયત્નને મંજૂરી આપવામાં આવશે નહીં. રાજ્યની સુરક્ષા અને વિકાસમાં અવરોધ ઊભો કરનારી પ્રવૃત્તિઓ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હવે તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અસીન મંડલ છેલ્લા 15 વર્ષ દરમિયાન ક્યાં-ક્યાં રહ્યો હતો અને તેના સંપર્કમાં કોણ-કોણ લોકો હતા.
આ પણ વાંચો : SEMICON India 2026 : PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, 52 દેશની 300થી વધુ કંપનીઓ લેશે ભાગ





