UP Draft Voter List 2026: ઉત્તર પ્રદેશમાં નવી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 18.84 લાખ મતદારો વધતાં કુલ આંકડો 13.58 કરોડે પહોંચ્યો

UP Draft Voter List 2026: ઉત્તર પ્રદેશમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ચૂંટણી પંચે મંગળવારે, 17 નવેમ્બરે નવી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે.
Nisha Parmar
Nisha Parmar
Uttar Pradesh new draft voter list 2026 released મતદાર યાદીUttar Pradesh new draft voter list 2026 released મતદાર યાદી

Uttar Pradesh new draft voter list 2026 released મતદાર યાદી

UP Draft Voter List 2026: ઉત્તર પ્રદેશમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ચૂંટણી પંચે મંગળવારે, 17 નવેમ્બરે નવી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) બાદ રાજ્યમાં મતદારોની સંખ્યામાં 18.84 લાખનો વધારો નોંધાયો છે. નવી યાદી પ્રમાણે રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા વધીને આશરે 13.58 કરોડ થઈ છે. રાજ્યની તમામ 403 વિધાનસભા બેઠકો અને 75 જિલ્લાઓની મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. હવે મતદારોને પોતાનું નામ અને વિગતો ચકાસવાની તક મળશે.

SIR બાદ મતદારોની સંખ્યામાં વધારો

મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા પહેલાં 27 ઓક્ટોબર 2025ના રોજ ઉત્તર પ્રદેશમાં આશરે 15.44 કરોડ મતદારો નોંધાયેલા હતા. ત્યારબાદ મૃતક, સ્થળાંતરિત, ગેરહાજર અને એકથી વધુ જગ્યાએ નોંધાયેલા નામોની ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા બાદ 10 એપ્રિલ 2026ના રોજ જાહેર થયેલી અંતિમ યાદીમાં મતદારોની સંખ્યા ઘટીને આશરે 13.40 કરોડ થઈ હતી. હવે નવા મતદારોના ઉમેરા સાથે સંખ્યામાં ફરી વધારો નોંધાયો છે.

16 ડિસેમ્બર સુધી નામ ઉમેરવા અને વાંધા નોંધાવવાની તક

ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ નાગરિકો 16 ડિસેમ્બર 2026 સુધી પોતાના દાવા અને વાંધા રજૂ કરી શકશે. જો કોઈ પાત્ર નાગરિકનું નામ યાદીમાં ન હોય તો તે ફોર્મ-6 ભરીને નામ ઉમેરવા અરજી કરી શકે છે. યાદીમાં કોઈ અયોગ્ય અથવા ડુપ્લિકેટ નામ સામે વાંધો હોય તો ફોર્મ-7 અને નામ, સરનામું કે અન્ય વિગતોમાં સુધારા માટે ફોર્મ-8નો ઉપયોગ કરી શકાય છે.

4 જાન્યુઆરી 2027ના રોજ અંતિમ યાદી થશે જાહેર

ચૂંટણી પંચના સુધારેલા કાર્યક્રમ પ્રમાણે 16 ડિસેમ્બર સુધી દાવા અને વાંધા સ્વીકારવામાં આવશે. ત્યારબાદ 28 ડિસેમ્બર 2026 સુધી અરજીઓનો નિકાલ કરવામાં આવશે. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 4 જાન્યુઆરી 2027ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરવાનું આયોજન છે. આ યાદી આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મહત્ત્વપૂર્ણ રહેશે.

મતદાર યાદીમાં પોતાનું નામ કેવી રીતે તપાસવું?

ઉત્તર પ્રદેશના મતદારો ચૂંટણી પંચના વોટર સર્વિસ પોર્ટલ પર જઈને પોતાનું નામ તપાસી શકે છે. આ ઉપરાંત મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ, વોટર હેલ્પલાઇન એપ અને સ્થાનિક બૂથ લેવલ ઓફિસર (BLO)નો સંપર્ક કરીને પણ માહિતી મેળવી શકાય છે. મતદારોએ માત્ર તેમની પાસે વોટર ID કાર્ડ છે તેના આધારે નિશ્ચિત ન રહેવું, પરંતુ નવી ડ્રાફ્ટ યાદીમાં પોતાનું નામ નોંધાયેલું છે કે નહીં તેની પણ ચકાસણી કરવી જરૂરી છે.

આ પણ વાંચો : Shamlaji Temple Record: અરવલ્લીના 1500 વર્ષ પ્રાચીન શામળાજી મંદિરનું નામ ‘વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ’માં નોંધાયું, આંતરરાષ્ટ્રીય સ્તરે મળી ઓળખ