Chitrakoot Accident: ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં બાળક સહિત 4 શ્રદ્ધાળુઓનાં મોત


Chitrakoot tractor trolley accident news UP ચિત્રકૂટ અકસ્માત
Chitrakoot Accident: ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં બાળક સહિત 4 શ્રદ્ધાળુઓનાં મોત


Chitrakoot tractor trolley accident news UP ચિત્રકૂટ અકસ્માત
Chitrakoot Accident: ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં ઝાંસી-મિર્ઝાપુર નેશનલ હાઇવે પર ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં 6 વર્ષના બાળક સહિત 4 શ્રદ્ધાળુઓનાં મોત થયા છે, જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત સોમવારે વહેલી સવારે આશરે 2:30 વાગ્યે રામનગર કસ્બા પાસે પાવર હાઉસ નજીક થયો હતો. આ વિસ્તાર રાયપુર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રેક્ટર અને ટ્રોલીને જોડતી કપલિંગ પિન (હિચ) અચાનક તૂટી જતાં ટ્રોલી બેકાબૂ બની હતી અને રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં પલટી ગઈ હતી.
દીપદાન કરીને પરત ફરતા શ્રદ્ધાળુઓનો અકસ્માત
અકસ્મતમાં ભોગ બનેલા લોકો શ્રદ્ધાળુઓના એક સમૂહનો ભાગ હતા. આ તમામ ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લેવા માટે ચિત્રકૂટ ગયા હતા. ત્યાં દીપદાન કર્યા બાદ તેઓ પ્રયાગરાજ પરત ફરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રોલી નીચે ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.
4 લોકોને મૃત જાહેર કરાયા, ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા
ઘાયલોમાંથી 7 લોકોને શરૂઆતમાં રામનગરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, ઇજાઓ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આરોગ્ય કેન્દ્રના તબીબોએ 4 લોકોને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે.
લખનઉ-આગ્રા એક્સપ્રેસવે પર બસ પલટી, 16 મુસાફરો ફસાયા
ઉત્તર પ્રદેશમાં બીજી એક દુર્ઘટનામાં રેવાડીથી બિહારના છપરા જઈ રહેલી બસ લખનઉ-આગ્રા એક્સપ્રેસવે પર ઝીરો પોઇન્ટ મોહન નજીક પલટી ગઈ હતી. બસમાં આશરે 50થી 60 મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ થતાં ફાયર અને ઇમરજન્સી સેવાઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. 'મલ્ટી ડિઝાસ્ટર રેસ્ક્યૂ વ્હીકલ'ની મદદથી 35 મિનિટમાં ફસાયેલા 15થી 16 મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. ગંભીર રીતે ઘાયલ મુસાફરોને સારવાર માટે KGMU ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Egypt Train Accident: ઇજિપ્તમાં બે ટ્રેનો વચ્ચે અકસ્માતમાં 7નાં મોત, 112 ઘાયલ




