Get News Alerts

Never miss breaking news updates.

Azamgarh Mass Murder : તંત્ર-મંત્રના અંધવિશ્વાસ વચ્ચે આઝમગઢમાં ખૌફનાક ઘટના, 5નાં મોત

Azamgarh Mass Murder : ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં અહરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ખૌફનાક ઘટનામાં મોતનો આંકડો વધીને પાંચ થયો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 23 Sep 2026 09:27 AM IST
Azamgarh Mass Murder : તંત્ર-મંત્રના અંધવિશ્વાસ વચ્ચે આઝમગઢમાં ખૌફનાક ઘટના, 5નાં મોતAzamgarh Mass Murder : તંત્ર-મંત્રના અંધવિશ્વાસ વચ્ચે આઝમગઢમાં ખૌફનાક ઘટના, 5નાં મોત

Azamgarh Mass Murder

Azamgarh Mass Murder : શંભૂપુર ગહજી ગામમાં ધાર્મિક અનુષ્ઠાન દરમિયાન થયેલા ફાયરિંગમાં એક મહિલા અને બે પંડિતોના મોત થયા હતા. ત્યારબાદ પોલીસ કાર્યવાહીમાં આરોપી અરવિંદ સિંહ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે તેની ગોળીથી ઘાયલ થયેલા ચાર વર્ષના બાળકનું પણ સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે.

અરવિંદ પોતાના ત્રણ બાળકો સાથે ઘરના એક રૂમમાં બંધ થઈ ગયો હતો

પ્રાથમિક માહિતી અને પરિવારજનોના જણાવ્યા અનુસાર, ઘરમાં છેલ્લા કેટલાક દિવસોથી પૂજા-પાઠ અને અનુષ્ઠાન ચાલી રહ્યું હતું. પરિવાર તરફથી મૃતક મોટા ભાઈ સુનીલ સિંહની આત્મા અને કથિત પ્રેતબાધા અંગેની માન્યતાઓ વચ્ચે આ ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, આ દાવાઓની પોલીસ તપાસ ચાલી રહી છે. મંગળવારે સાંજે અરવિંદ સિંહ ઘરે પહોંચ્યો ત્યારે આંગણામાં પૂજા ચાલી રહી હતી.

પૂજાને લઈને તેની પત્ની બબિતા સિંહ અને ત્યાં હાજર પંડિતો સાથે બોલાચાલી થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો અને અરવિંદે પોતાની લાઇસન્સવાળી બંદૂકથી ફાયરિંગ કર્યું હોવાનો આરોપ છે. ફાયરિંગમાં તેની પત્ની બબિતા સિંહ તેમજ પૂજા કરાવી રહેલા પંડિતો મહેન્દ્ર પાઠક અને અખિલેશ મિશ્રાનું મોત થયું હતું. આ ઘટના બાદ અરવિંદ પોતાના ત્રણ બાળકો સાથે ઘરના એક રૂમમાં બંધ થઈ ગયો હતો.

હાલમાં આઝમગઢની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે

ઘટનાની જાણ થતાં અનેક પોલીસ સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અધિકારીઓએ લાંબા સમય સુધી અરવિંદને સમજાવી બાળકોને સુરક્ષિત બહાર લાવવા માટે સરેન્ડર કરવા મનાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આરોપીએ પોતાના એક બાળક પર પણ ગોળી ચલાવી હોવાની માહિતી સામે આવી હતી. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ અને વિશેષ ટીમ દ્વારા રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, સરેન્ડર માટે કહેવામાં આવતા આરોપીએ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ થયેલી જવાબી કાર્યવાહીમાં અરવિંદ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે રૂમમાં પ્રવેશ કરીને અન્ય બે બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ઘાયલ અરવિંદ અને ગોળીથી ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બંનેનાં મોત થયા હતા. પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં ફાયરિંગ, ધાર્મિક અનુષ્ઠાન, પરિવારિક વિવાદ, જૂની દુશ્મની અને આરોપીની માનસિક સારવાર સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. ઘટના પાછળનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ વધુ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : Arvalli ના મલાસા નજીક કારની ટક્કરે છકડો પલટાયો, રોડ પર જતા 8 પદયાત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે