Get News Alerts

Never miss breaking news updates.

West Bengalમાં 6 મહિનાની અંદર લાગુ થશે UCC : CM શુભેન્દુ અધિકારી

West Bengal : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે ઉત્તરાખંડ અને ગુજરાત બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ આગામી 6 મહિનામાં UCC લાગુ કરવામાં આવશે.
Kunjan ShuklaUpdated on: 04 Oct 2026 04:56 PM IST
West Bengalમાં 6 મહિનાની અંદર લાગુ થશે UCC : CM શુભેન્દુ અધિકારીWest Bengalમાં 6 મહિનાની અંદર લાગુ થશે UCC : CM શુભેન્દુ અધિકારી

West Bengal

West Bengal : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે ઉત્તરાખંડ અને ગુજરાત બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ આગામી 6 મહિનામાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવા સામે કડક કાયદો બનાવવામાં આવશે. રવિવારે નંદીગ્રામ પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે આ જાહેરાત કરી હતી. શુભેન્દુ અધિકારીએ વધુમાં જણાવ્યું કે 17 નવેમ્બરે કોલકાતામાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ 29 ડિસેમ્બરે કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ગીતા પાઠનું આયોજન થશે.

નંદીગ્રામમાં ભાજપની તરફેણમાં પદયાત્રા

નંદીગ્રામ પેટાચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે શુભેન્દુ અધિકારીએ ભાજપના ઉમેદવાર હસીરાની રથના સમર્થનમાં પદયાત્રા યોજી હતી. હસીરાની રથ એ શુભેન્દુ અધિકારીના દિવંગત નજીકના સહયોગી ચંદ્રનાથ રથના માતા છે. આ દરમિયાન અધિકારીએ મમતા બેનર્જી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે 2021ની વિધાનસભા ચૂંટણી દરમિયાન મમતા બેનર્જીને પગમાં થયેલી ઈજાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ઈજાનું ખોટું કારણ આપીને ભાજપના નેતાઓ સામે હત્યાના પ્રયાસના કેસ નોંધાવવામાં આવ્યા હતા.

CIDના દુરુપયોગનો TMC પર આરોપ

શુભેન્દુ અધિકારીએ અગાઉની TMC સરકાર પર CIDનો દુરુપયોગ કરીને ભાજપના નેતાઓ અને કાર્યકરોને ખોટા કેસમાં ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આદર્શ આચારસંહિતા હટ્યા બાદ તેઓ કાયદાકીય કાર્યવાહી કરશે. સાથે જ તેમણે પીડિત ભાજપ કાર્યકરોને કાનૂની મદદ અપાવવાની ખાતરી આપી હતી. ખોટા આરોપો લગાવનારાઓ સામે પણ ભારતીય ન્યાય સંહિતા હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.

આ પણ વાંચો : Defence Project: ભારત બનાવશે 6 નવી સબમરીન, 80,000 કરોડ રૂપિયાનો કરાશે ખર્ચ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.