Get News Alerts

Never miss breaking news updates.

Defence Project: ભારત બનાવશે 6 નવી સબમરીન, 80,000 કરોડ રૂપિયાનો કરાશે ખર્ચ

Defence Project: ભારત ₹80,000 કરોડથી વધુના મહત્વાકાંક્ષી સંરક્ષણ પ્રોજેક્ટને અંતિમ મંજૂરીના તબક્કા સુધી લઈ આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ જર્મનીની ભાગીદારીમાં ભારતમાં 6 અત્યાધુનિક પરંપરાગત સબમરીન બનાવવામાં આવશે.
Kunjan ShuklaUpdated on: 04 Oct 2026 04:07 PM IST
Defence Project: ભારત બનાવશે 6 નવી સબમરીન, 80,000 કરોડ રૂપિયાનો કરાશે ખર્ચDefence Project: ભારત બનાવશે 6 નવી સબમરીન, 80,000 કરોડ રૂપિયાનો કરાશે ખર્ચ

Defence Project

Defence Project : ભારત પોતાની દરિયાઈ સુરક્ષા અને અંડરવોટર ડિફેન્સ ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. ભારત ₹80,000 કરોડથી વધુના મહત્વાકાંક્ષી સંરક્ષણ પ્રોજેક્ટને અંતિમ મંજૂરીના તબક્કા સુધી લઈ આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ જર્મનીની ભાગીદારીમાં ભારતમાં 6 અત્યાધુનિક પરંપરાગત સબમરીન બનાવવામાં આવશે. આ ઉપરાંત ત્રણ વધારાની સ્કોર્પીન ક્લાસ સબમરીન બનાવવાના પ્રસ્તાવ પર પણ વિચારણા ચાલી રહી છે.

Project-75(I)ને અંતિમ મંજૂરીની રાહ

છ નવી સબમરીનનું નિર્માણ લાંબા સમયથી પ્રસ્તાવિત Project-75(I) હેઠળ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ભારતની મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ (MDL) અને જર્મનીની કંપની TKMS વચ્ચે ભાગીદારી પ્રસ્તાવિત છે. ખાસ વાત એ છે કે આ તમામ સબમરીનનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે. તેમાં ભારતીય ખાનગી ક્ષેત્રની કંપનીઓને પણ સામેલ કરવામાં આવશે. રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, Project-75(I) હાલમાં અંતિમ તબક્કામાં છે અને હવે સક્ષમ સત્તાધિકારીની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

3 વધારાની સ્કોર્પીન સબમરીન બનાવવાની તૈયારી

ભારત હાલની કલવરી ક્લાસ એટલે કે સ્કોર્પીન સબમરીનની ઉત્પાદન ક્ષમતાને આગળ વધારવા માટે વધુ ત્રણ સબમરીન બનાવવાનું વિચારી રહ્યું છે. આ સબમરીનનું નિર્માણ પણ મુંબઈ સ્થિત MDLમાં થઈ શકે છે. અગાઉ Project-75 હેઠળ છ કલવરી ક્લાસ સબમરીન ભારતમાં બનાવવામાં આવી છે. છેલ્લી સબમરીન INS વાગશીરને જાન્યુઆરી 2025માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી.

સ્વદેશી ટેક્નોલોજીથી વધશે શક્તિ

ભારત હાલની સબમરીનને પણ આધુનિક બનાવી રહ્યું છે. DRDO દ્વારા વિકસિત એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (AIP) સિસ્ટમ સ્કોર્પીન ક્લાસની સબમરીનમાં લગાવવામાં આવશે. આ ટેક્નોલોજીની મદદથી સબમરીન લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકશે અને વારંવાર સપાટી પર આવવાની જરૂરિયાત ઘટશે. આ ઉપરાંત નૌકાદળની NPOL લેબોરેટરીએ સ્વદેશી ઈન્ટિગ્રેટેડ કોમ્બેટ સિસ્ટમ વિકસાવી છે. આગામી સમયમાં રિફિટ દરમિયાન આ સિસ્ટમ પણ હાલની સબમરીનમાં લગાવવામાં આવશે. આમ, ભારતની સમુદ્રી સુરક્ષા અને આત્મનિર્ભર સંરક્ષણ ક્ષમતાને નવી તાકાત મળવાની શક્યતા છે.

આ પણ વાંચો : Economic Growthને બિરદાવી, શિક્ષણ અને મુક્ત વેપારથી બનશે વૈશ્વિક આર્થિક શક્તિ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.