Get News Alerts

Never miss breaking news updates.

Traffic Challan વસૂલવા સુપ્રીમ કોર્ટનું મોટું સૂચન, કહ્યું 'વીજળીના બિલમાં ચલણની રકમ ઉમેરી દો'

Traffic Challan : ટ્રાફિક ચલણની વસૂલાતને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનું સૂચન કર્યું છે. કોર્ટ સમક્ષ ઈ-ચલણના બાકી દંડની વસૂલાતનો મુદ્દો આવ્યો હતો.
Kunjan ShuklaUpdated on: 28 Sep 2026 06:31 PM IST
Traffic Challan વસૂલવા સુપ્રીમ કોર્ટનું મોટું સૂચન, કહ્યું 'વીજળીના બિલમાં ચલણની રકમ ઉમેરી દો'Traffic Challan વસૂલવા સુપ્રીમ કોર્ટનું મોટું સૂચન, કહ્યું 'વીજળીના બિલમાં ચલણની રકમ ઉમેરી દો'

Traffic Challan

Traffic Challan : ટ્રાફિક ચલણની વસૂલાતને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનું સૂચન કર્યું છે. કોર્ટ સમક્ષ ઈ-ચલણના બાકી દંડની વસૂલાતનો મુદ્દો આવ્યો હતો, ત્યારે કોર્ટે કહ્યું કે જો લોકો ટ્રાફિક ચલણ ભરતા ન હોય તો તેના દંડની રકમ વીજળીના બિલમાં ઉમેરવા અંગે વિચાર કરી શકાય. કોર્ટે નોંધ્યું કે વીજળીનું બિલ ચૂકવવું લોકો માટે જરૂરી હોય છે અને ચુકવણી ન થાય તો કનેક્શન કાપવાની કાર્યવાહી થઈ શકે છે.

45,000 કરોડની રકમ વસૂલવાની બાકી

જસ્ટિસ જેબી પારડીવાલાએ કહ્યું કે માત્ર સતત ઈ-ચલણ ઈશ્યુ કરતા રહેવું પૂરતું નથી. પોલીસ હજારો કે લાખો ઈ-ચલણ ઈશ્યુ કરી શકે છે, પરંતુ તેની સામે લગાવવામાં આવેલા દંડની વાસ્તવિક વસૂલાત મહત્વની છે. કોર્ટને જણાવવામાં આવ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઈ-ચલણ હેઠળ આશરે ₹45,000 કરોડની રકમ વસૂલવાની બાકી છે, જેમાંથી અત્યાર સુધીમાં લગભગ ₹25,000 કરોડની વસૂલાત થઈ ચૂકી છે.

સુપ્રીમ કોર્ટે અસરકારક પગલાં લેવા પણ સૂચન કર્યું

સુપ્રીમ કોર્ટે અધિકારીઓને જમીની હકીકતોને ધ્યાનમાં રાખીને અસરકારક પગલાં લેવા પણ સૂચન કર્યું હતું. કોર્ટ અનુસાર, બાકી ચલણ ક્લિયર ન થાય ત્યાં સુધી વાહનના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટના રિન્યુઅલ અને ડુપ્લિકેટ સર્ટિફિકેટ ઈશ્યુ કરવા પર રોક લગાવવાના વિકલ્પ પર વિચાર થવો જોઈએ. વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ પણ બાકી ચલણની ચુકવણી બાદ જ આપવાની વ્યવસ્થા અંગે કોર્ટએ વાત કરી. કોર્ટે વધુમાં જણાવ્યું કે બાકી ઈ-ચલણ ધરાવતા વાહનોને પરિવહન પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરી શકાય છે અને માલિકી ટ્રાન્સફર પર પણ રોક લગાવી શકાય છે.

જરૂરી કિસ્સામાં લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી

ડ્રાઈવિંગ લાઈસન્સના રિન્યુઅલ પર રોક તથા જરૂરી કિસ્સામાં હાલના લાઈસન્સને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અંગે પણ વિચારણા થઈ શકે છે. આ ઉપરાંત, આવા વાહનોને PUC સર્ટિફિકેટ આપવાનું રોકવા, વાહનોની રેન્ડમ ચેકિંગ કરવા અને બાકી ઈ-ચલણની રકમ ન ચૂકવવામાં આવે તો વાહન જપ્ત કરવાની જરૂરી કાર્યવાહી કરવા અંગે પણ સુપ્રીમ કોર્ટે સૂચનો આપ્યા છે. કોર્ટના આ સૂચનોનો હેતુ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ લગાવવામાં આવતા દંડની અસરકારક વસૂલાત સુનિશ્ચિત કરવાનો છે.

આ પણ વાંચો : India-Kazakhstanની સેનાઓ ફરી કરશે સંયુક્ત સૈન્ય અભ્યાસ, ભારતની 60 સભ્યોની ટુકડી ઓસ્કેમેન જવા રવાના

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.