Saurav Das Passport Notice: સૌરવ દાસના પાસપોર્ટમાં જન્મસ્થળની માહિતીમાં વિસંગતતા, વિદેશ મંત્રાલયે 7 દિવસમાં જવાબ માગ્યો

Saurav Das Passport Notice: પાસપોર્ટ અરજીમાં જન્મસ્થળની માહિતીમાં વિસંગતતા બદલ સૌરવ દાસને નોટિસ મળી છે. સાત દિવસમાં જવાબ આપવા અને ત્યાં સુધી પાસપોર્ટનો ઉપયોગ ન કરવા સૂચના અપાઈ.
Kunjan Shukal
Kunjan Shukal
સૌરવ દાસને વિદેશ મંત્રાલયે ફટકારી નોટિસસૌરવ દાસને વિદેશ મંત્રાલયે ફટકારી નોટિસ

સૌરવ દાસને વિદેશ મંત્રાલયે ફટકારી નોટિસ

Saurav Das Passport Notice: વિદેશ મંત્રાલયે પાસપોર્ટ અરજીમાં જન્મસ્થળ સંબંધિત માહિતીમાં કથિત વિસંગતતાને લઈને સૌરવ દાસને કારણદર્શક નોટિસ ફટકારી છે. ચેન્નઈ સ્થિત રિજનલ પાસપોર્ટ ઓફિસ (RPO) દ્વારા 23 નવેમ્બરે આ નોટિસ જાહેર કરવામાં આવી હતી. સૌરવ દાસને સાત દિવસમાં સ્પષ્ટતા રજૂ કરવા અને જવાબ ન આપે ત્યાં સુધી પાસપોર્ટનો ઉપયોગ નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બુધવારે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પાસપોર્ટ અરજી કરતી વખતે અરજદારે તમામ માહિતી સાચી આપવી જરૂરી છે. જો કોઈ માહિતીમાં વિસંગતતા જોવા મળે અથવા હકીકતો છુપાવવામાં આવી હોવાની જાણ થાય તો સંબંધિત વ્યક્તિને કારણદર્શક નોટિસ આપીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવે છે.

વિદેશ મંત્રીએ રશિયાના વિદેશ મંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી

આ કાર્યવાહી સંબંધિત કાયદા અમલીકરણ એજન્સીઓ પાસેથી મળેલા અહેવાલના આધારે કરવામાં આવી છે. આ દરમિયાન વિદેશ મંત્રાલયે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો અંગે પણ માહિતી આપી હતી. વિદેશ મંત્રીએ રશિયાના વિદેશ મંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ભારત અને ચીન વચ્ચેની વાતચીત અંગે પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાજદ્વારી અને સૈન્ય સ્તરે સંવાદ ચાલુ છે. તાજેતરમાં બંને દેશોના વરિષ્ઠ સૈન્ય કમાન્ડરો વચ્ચે પૂર્વીય ક્ષેત્રમાં બેઠક યોજાઈ હતી. સરહદ વ્યવસ્થાપન સુધારવા અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શાંતિ જાળવવા ચર્ચા કરવામાં આવી હતી. અમેરિકાથી ભારતીય નાગરિકોના દેશનિકાલ અંગે તેમણે જણાવ્યું હતું કે ભારત ગેરકાયદે સ્થળાંતરનો વિરોધ કરે છે અને અમેરિકાને સહયોગ આપે છે. આ વર્ષે અત્યાર સુધીમાં અમેરિકાથી 1,700 ભારતીય નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: NMIA Passenger Traffic: નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી સિદ્ધિ, પ્રથમ વર્ષમાં 41 લાખ મુસાફરોએ કરી મુસાફરી