NMIA Passenger Traffic: નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી સિદ્ધિ, પ્રથમ વર્ષમાં 41 લાખ મુસાફરોએ કરી મુસાફરી

NMIA Passenger Traffic: નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટે કામગીરીના પ્રથમ વર્ષ પહેલાં જ 41 લાખ મુસાફરોનો આંકડો પાર કર્યો. કાર્ગો અને ફ્લાઇટ કનેક્ટિવિટીમાં પણ નોંધપાત્ર વધારો થયો.
Kunjan Shukal
Kunjan Shukal
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી સિદ્ધિનવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી સિદ્ધિ

નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી સિદ્ધિ

NMIA Passenger Traffic: નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટે (NMIA) વ્યાવસાયિક કામગીરી શરૂ કર્યા બાદ એક વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. એરપોર્ટે અત્યાર સુધીમાં 40 લાખથી વધુ મુસાફરોની અવરજવરનો આંકડો પાર કર્યો છે. અત્યાર સુધીમાં કુલ 41 લાખ મુસાફરોએ આ એરપોર્ટનો ઉપયોગ કર્યો છે. આ સિદ્ધિ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં એરપોર્ટની વધતી લોકપ્રિયતા અને મુસાફરોના વિશ્વાસને દર્શાવે છે.

31,043 વિમાનનું સંચાલન કરવામાં આવ્યું

25 ડિસેમ્બર, 2025ના રોજ કામગીરી શરૂ કરનાર આ એરપોર્ટે અત્યાર સુધીમાં 40.9 લાખ સ્થાનિક અને 12,569 આંતરરાષ્ટ્રીય મુસાફરોને સેવા આપી છે. આ સમયગાળા દરમિયાન 20.2 લાખ મુસાફરોનું આગમન અને 20.8 લાખ મુસાફરોનું પ્રસ્થાન નોંધાયું છે. એરપોર્ટ દ્વારા અત્યાર સુધીમાં કુલ 31,043 વિમાનોનું સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં 30,940 સ્થાનિક અને 103 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. એરલાઈન્સમાં ઈન્ડિગો સૌથી આગળ રહી છે, જેણે 24,777 ફ્લાઈટ્સનું સંચાલન કર્યું છે. ત્યારબાદ અકાસા એર, એર ઈન્ડિયા એક્સપ્રેસ, ફ્લાય91 અને સ્ટાર એરનો ક્રમ આવે છે.

15 ડિસેમ્બરથી જેદ્દાહ માટે સીધી ફ્લાઈટ શરૂ કરવાની તૈયારી

મુસાફરો ઉપરાંત કાર્ગો ક્ષેત્રે પણ એરપોર્ટ ઝડપથી આગળ વધી રહ્યું છે. 15 નવેમ્બર સુધીમાં કુલ 40,868 મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં 31,652 મેટ્રિક ટન આંતરરાષ્ટ્રીય અને 9,216 મેટ્રિક ટન સ્થાનિક કાર્ગોનો સમાવેશ થાય છે. વિન્ટર 2026 શેડ્યૂલ હેઠળ એરપોર્ટ હવે 45 સ્થાનિક અને 2 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાશે. તાજેતરમાં 9 નવા સ્થાનિક રૂટ પણ ઉમેરવામાં આવ્યા છે. આ ઉપરાંત 15 ડિસેમ્બરથી સાઉદી અરેબિયાના જેદ્દાહ માટે સીધી ફ્લાઈટ શરૂ કરવાની તૈયારી છે. અબુ ધાબી બાદ જેદ્દાહ એરપોર્ટનું બીજું આંતરરાષ્ટ્રીય ડેસ્ટિનેશન બનશે. આ નવી કનેક્ટિવિટીથી પશ્ચિમ ભારતમાં વેપાર, પ્રવાસન અને ધાર્મિક યાત્રાઓને વેગ મળવાની આશા છે.

આ પણ વાંચો: CIE Manufacturing: કેન્દ્રીય કેબિનેટની 11,000 કરોડની યોજનાને મંજૂરી, બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાધનોના સ્વદેશી ઉત્પાદનને મળશે વેગ