Get News Alerts

Never miss breaking news updates.

Rozgar Mela : PMએ 51,000 યુવાનોને નિયુક્તિ પત્રો આપ્યા, અમદાવાદમાં 267 યુવાનોને નિયુક્તિ પત્રો એનાયત કરાયા

Rozgar Mela : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ સાથે વિશ્વ રોજગાર મેળામાં જોડાયા. દેશભરમાં એકસાથે 45 સ્થળોએ યોજાયેલા રોજગાર મેળા દરમિયાન 51,000થી વધુ યુવાઓને નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા.
Kunjan ShuklaUpdated on: 19 Sep 2026 03:57 PM IST
Rozgar Mela : PMએ 51,000 યુવાનોને નિયુક્તિ પત્રો આપ્યા, અમદાવાદમાં 267 યુવાનોને નિયુક્તિ પત્રો એનાયત કરાયાRozgar Mela : PMએ 51,000 યુવાનોને નિયુક્તિ પત્રો આપ્યા, અમદાવાદમાં 267 યુવાનોને નિયુક્તિ પત્રો એનાયત કરાયા

Rozgar Mela

Rozgar Mela : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ સાથે વિશ્વ રોજગાર મેળામાં જોડાયા. દેશભરમાં એકસાથે 45 સ્થળોએ યોજાયેલા રોજગાર મેળા દરમિયાન 51,000થી વધુ યુવાઓને નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા. અમદાવાદ ખાતે પણ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 267 યુવાનોને નિયુક્તિ પત્રો એનાયત કરવામાં આવ્યા.

અમદાવાદ ખાતે 267 યુવાઓને નિયુક્તિ પત્રો એનાયત કરાયા

અમદાવાદના નિયુક્તિ મેળામાં 72 મહિલાઓ અને 2 દિવ્યાંગ ઉમેદવારોનો સમાવેશ થયો હતો. વિવિધ કેન્દ્રીય સરકારી વિભાગોમાં પસંદગી પામેલા યુવાઓને તેમની નિમણૂક અંગેના પત્રો આપવામાં આવ્યા હતા. ઈન્કમ ટેક્સ વિભાગ, ડાક વિભાગ, રેલવે, બેન્કિંગ, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO), કોસ્ટગાર્ડ, CISF તેમજ નાગરિક ઉડ્ડયન સહિતના વિવિધ ક્ષેત્રોમાં યુવાઓને રોજગારની તક મળી છે.

નવા સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારજનોમાં ઉત્સાહનો માહોલ

રોજગાર મેળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાઓ માટે રોજગારની નવી તકો અને સરકારી સેવાઓમાં જોડાવા માટે ઊભા કરવામાં આવી રહેલા પ્લેટફોર્મનો ઉલ્લેખ કર્યો હતો. દેશ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો હોવાનો ઉલ્લેખ કરતા યુવા શક્તિમાં અપાર સામર્થ્ય હોવાનું પણ જણાવાયું હતું. નિયુક્તિ મેળામાં નવા સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે તમામ નિયુક્ત યુવાઓ તેમજ તેમના માતા-પિતાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યુવા શક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા

યુવાનોને પોતાની ક્ષમતા અને કૌશલ્યનો ઉપયોગ કરીને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે અપીલ કરવામાં આવી હતી. વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યુવા શક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે તેમ જણાવાયું હતું. રોજગાર મેળા દ્વારા દેશના વિવિધ ભાગોમાં એકસાથે હજારો યુવાઓને સરકારી નોકરીની તક મળતા તેમના પરિવારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : PM Modi Climate Conferenceમાં 10 મહત્વની વાતો, સોલારથી ન્યુક્લિયર એનર્જી સુધી ભારતનો રોડમેપ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.