Kota Road Accident: રાજસ્થાનના કોટામાં ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના 9નાં મોત, ખાટુશ્યામજીનાં દર્શન કરીને પરત ફરતી વખતે સર્જાઈ દુર્ઘટના

Kota Road Accident: રાજસ્થાનના કોટા જિલ્લામાં શનિવારે મોડી રાત્રે થયેલા ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. ખાટુશ્યામજીનાં દર્શન કરીને પરત ફરી રહેલા એક પરિવારની ક્રૂઝર ગાડી
Nisha Parmar
Nisha Parmar
Kota Udaipur highway road accident Cruiser truck collision કોટા અકસ્માતKota Udaipur highway road accident Cruiser truck collision કોટા અકસ્માત

Kota Udaipur highway road accident Cruiser truck collision કોટા અકસ્માત

Kota Road Accident: રાજસ્થાનના કોટા જિલ્લામાં શનિવારે મોડી રાત્રે થયેલા ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. ખાટુશ્યામજીનાં દર્શન કરીને પરત ફરી રહેલા એક પરિવારની ક્રૂઝર ગાડી શંભુપુરા ગામ નજીક કોટા-ઉદયપુર નેશનલ હાઇવે પર રસ્તા કિનારે ઊભેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 9 લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકો અને ઘાયલો મહારાષ્ટ્રના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

હાઇવે પર ઊભેલા ટ્રક સાથે ક્રૂઝર અથડાઈ

મળતી માહિતી અનુસાર, એક પરિવારનાં 16 લોકો ક્રૂઝર ગાડીમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ ખાટુશ્યામજીનાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન શંભુપુરા ગામ નજીક કોટા-ઉદયપુર નેશનલ હાઇવે પર રસ્તાની બાજુમાં ટ્રક ઊભો હતો. રાત્રિના અંધારામાં ટ્રક દેખાયો ન હોવાના કારણે ક્રૂઝર ગાડી તેની સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીમાં સવાર અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

એક જ પરિવારના 9 લોકોનાં મોતથી માતમ

આ દુર્ઘટનામાં એક જ પરિવારના 9 લોકોનાં મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તપાસ અધિકારી શિવરાજ સિંહના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં ડ્રાઇવર સહિત પરિવારના સભ્યો મુસાફરી કરી રહ્યા હતા.

બાળકને હોશ આવતાં જ ફોન કરીને આપી અકસ્માતની જાણકારી

અકસમાતમાં બચી ગયેલા પરિવારના એક બાળકને હોશ આવ્યા બાદ તેણે અન્ય સંબંધીઓને ફોન કરીને દુર્ઘટનાની જાણ કરી હતી. એક મહિલા મુસાફરે જણાવ્યું હતું કે, અકસ્માતની જાણકારી બાળકનો ફોન આવ્યા બાદ મળી હતી. બાળકને હોશ આવતાં જ તેણે પરિવારના લોકોને ફોન કર્યો હતો. આ સમાચાર મળતાં જ અન્ય વાહનોમાં મુસાફરી કરી રહેલા સંબંધીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ત્રણ ગાડીઓમાં યાત્રા પર નીકળ્યો હતો પરિવાર

પરિવારના સભ્યના જણાવ્યા અનુસાર, તેઓ ત્રણ અલગ-અલગ ગાડીઓમાં ધાર્મિક યાત્રા પર નીકળ્યા હતા. આ યાત્રા દરમિયાન તેમણે ઓમકારેશ્વર, ઉજ્જૈન, પુષ્કર, સાંવરિયા સેઠ, સાલાસર બાલાજી અને ખાટુશ્યામજીનાં દર્શન કર્યા હતા. જયપુરથી આગળ પરિવારના કેટલાક સભ્યો જમવા માટે ઢાબા પર રોકાયા હતા. ત્યારબાદ અકસ્માતનો ભોગ બનેલી ગાડી આગળ નીકળી ગઈ હતી અને અન્ય ગાડીઓ પાછળ આવી રહી હતી.

ફોન આવતાં જ ઘટનાસ્થળે પહોંચ્યા પરિવારજનો

પરિવારના અન્ય સભ્યોને અકસ્માત અંગે ફોન આવ્યો ત્યારે તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એક સંબંધીએ જણાવ્યું કે જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ત્રણ મૃતદેહ ઘટનાસ્થળે હતા, જ્યારે અન્ય ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાથી પરિવારના સભ્યોમાં ભારે શોક અને આક્રંદનો માહોલ સર્જાયો છે. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : India Diplomacy: હિંદ-પ્રશાંતથી પડોશી દેશો સુધી ભારતની કૂટનીતિનો દબદબો, જાપાન-ફિલિપાઈન્સથી બ્રિટન સુધી મજબૂત થયા સંબંધો