India Diplomacy: હિંદ-પ્રશાંતથી પડોશી દેશો સુધી ભારતની કૂટનીતિનો દબદબો, જાપાન-ફિલિપાઈન્સથી બ્રિટન સુધી મજબૂત થયા સંબંધો

India Diplomacy: આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની કૂટનીતિક સક્રિયતા સતત વધી રહી છે. ભારતે હિંદ-પ્રશાંત ક્ષેત્રથી લઈને પડોશી દેશો અને પશ્ચિમી રાષ્ટ્રો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કર્યા હતા.
Nisha Parmar
Nisha Parmar
India Global Diplomacy PM Modi Japan Philippines UK ભારત કૂટનીતિIndia Global Diplomacy PM Modi Japan Philippines UK ભારત કૂટનીતિ

India Global Diplomacy PM Modi Japan Philippines UK ભારત કૂટનીતિ

India Diplomacy: આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની કૂટનીતિક સક્રિયતા સતત વધી રહી છે. 16થી 22 નવેમ્બર દરમિયાન ભારતે હિંદ-પ્રશાંત ક્ષેત્રથી લઈને પડોશી દેશો અને પશ્ચિમી રાષ્ટ્રો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિલિપાઈન્સ મુલાકાત, ભારત-આસિયાન અને પૂર્વ એશિયા શિખર સંમેલન, બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેથરિનની ભારત મુલાકાત તેમજ જાપાનમાં યોજાયેલી ચોથી ભારત-જાપાન 2+2 મંત્રિસ્તરીય બેઠક આ સપ્તાહના મુખ્ય કૂટનીતિક ઘટનાક્રમ રહ્યા હતા. સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, વેપાર, ટેક્નોલોજી અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં ભારતે સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.

વડાપ્રધાન મોદીની ફિલિપાઈન્સ મુલાકાતથી ભારત-આસિયાન સંબંધોને નવી દિશા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 અને 17 નવેમ્બરના રોજ ફિલિપાઈન્સની રાજધાની મનિલાની મુલાકાત લીધી હતી. ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરના આમંત્રણ પર પહોંચેલા મોદીએ 23મી ભારત-આસિયાન શિખર બેઠક અને 21મી પૂર્વ એશિયા શિખર બેઠકમાં ભાગ લીધો હતો. આ મુલાકાત ભારતની એક્ટ ઈસ્ટ નીતિ અને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારી માટે મહત્વપૂર્ણ રહી હતી.

2026ને દરિયાઈ સહયોગ વર્ષ તરીકે મનાવવાનો નિર્ણય

ભારત અને આસિયાન દેશોએ વર્ષ 2026ને દરિયાઈ સહયોગ વર્ષ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો હતો. વડાપ્રધાન મોદીએ દરિયાઈ જોડાણ, આપત્તિ વ્યવસ્થાપન, કોસ્ટ ગાર્ડ વચ્ચે સહયોગ, દરિયાઈ દેખરેખ અને નાવિકોની સુરક્ષા માટે લાંબા ગાળાની યોજના રજૂ કરી હતી. આ ઉપરાંત સાયબર ફોરેન્સિક તાલીમ, પરમાણુ ઊર્જા, અંતરિક્ષ અને મહત્વપૂર્ણ ખનિજ ક્ષેત્રે સહયોગ વધારવાની પહેલ પણ કરવામાં આવી હતી. આસિયાન દેશોના પ્રવાસીઓ માટે મફત ઈ-વિઝાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

બ્રિટિશ શાહી દંપતીની ભારત મુલાકાત ચર્ચામાં રહી

બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેથરિન ત્રણ દિવસીય ભારત પ્રવાસે આવ્યા હતા. મુંબઈમાં આયોજિત અર્થશોટ પ્રાઇઝ 2026 સમારોહ તેમની મુલાકાતનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. આ દરમિયાન તેમણે પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છ ઊર્જા, સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ અને કચરા વ્યવસ્થાપન ક્ષેત્રે ભારતના પ્રયાસોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મુંબઈ મેટ્રોની મુસાફરી કરી હતી તેમજ ક્રિકેટર સચિન તેંડુલકર સાથે ગલી ક્રિકેટ પણ રમ્યા હતા.

મહિન્દ્રા લાસ્ટ માઇલ મોબિલિટીને અર્થશોટ પ્રાઇઝ

અર્થશોટ પ્રાઇઝ 2026માં ભારતની મહિન્દ્રા લાસ્ટ માઇલ મોબિલિટીએ 'ક્લીન અવર એર' કેટેગરીમાં એવોર્ડ જીત્યો હતો. આ ઉપરાંત મહિલા હાઉસિંગ ટ્રસ્ટે પણ પર્યાવરણ અને આબોહવા પરિવર્તન સામેના પોતાના પ્રયાસો રજૂ કર્યા હતા. નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન પ્રિન્સ વિલિયમ અને કેથરિને ભારત-બ્રિટન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને પર્યાવરણલક્ષી નવીનતાઓ અંગે ચર્ચા કરી હતી.

જાપાન સાથે સંરક્ષણ અને સુરક્ષા સહયોગ મજબૂત

19 નવેમ્બરે ટોક્યોમાં ભારત અને જાપાન વચ્ચે ચોથી 2+2 વિદેશ અને સંરક્ષણ મંત્રિસ્તરીય બેઠક યોજાઈ હતી. ભારત તરફથી રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ. જયશંકર હાજર રહ્યા હતા. જાપાન તરફથી વિદેશમંત્રી તોશિમિત્સુ મોટેગી અને સંરક્ષણમંત્રી શિંજીરો કોઇઝુમી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સ્વતંત્ર, ખુલ્લી અને નિયમ આધારિત વ્યવસ્થા જાળવવા બંને દેશોએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

સંરક્ષણ, ઊર્જા અને આતંકવાદ સામે સહયોગ વધારવા સહમતી

ભારત અને જાપાને સંરક્ષણ અભ્યાસ, સૈન્ય સંપર્ક, ઊર્જા સુરક્ષા, આર્થિક સુરક્ષા, ટેક્નોલોજી, અંતરિક્ષ અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર સહયોગ વધારવા ચર્ચા કરી હતી. જાપાનનાં લડાકુ વિમાનોની પ્રથમ ભારત મુલાકાત અને 'વીર ગાર્જિયન 26' હવાઈ અભ્યાસને બંને દેશોના વધતા સંરક્ષણ સહયોગના મહત્વપૂર્ણ ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠકથી સ્પષ્ટ થયું કે ભારત-જાપાનના સંબંધો હવે વેપાર અને રોકાણથી આગળ વધીને પ્રાદેશિક સુરક્ષા અને સંરક્ષણ ટેક્નોલોજી સુધી વિસ્તરી રહ્યા છે.

આ પણ વાંચો : Sunday On Cycle Gandhinagar: ગાંધીનગરમાં ‘સન્ડે ઓન સાયકલ’ના 99મા સંસ્કરણનો પ્રારંભ, મનસુખ માંડવિયા અને હર્ષ સંઘવીએ સાયકલ ચલાવી આપ્યો ફિટનેસનો સંદેશ