Rahul Gandhi અને પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત, આકાશવાણી ભવન ખાલી કરાવાયું


Rahul Gandhi
Rahul Gandhi અને પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત, આકાશવાણી ભવન ખાલી કરાવાયું


Rahul Gandhi
Rahul Gandhi: SIR અને ચૂંટણી પંચ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની પોલીસે અટકાયત કરી છે. રાહુલ ગાંધી લગભગ 9 કલાક સુધી ધરણા પર હતા. ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી હતી. બેરિકેડ પણ ધીમે ધીમે દૂર કરવામાં આવી રહ્યા છે.
વિરોધ સ્થળ પર ભારે હોબાળો થયો હતો. પોલીસ વિરોધ કરી રહેલા નેતાઓની અટકાયત કરી રહી છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ચરણજીત સિંહ ચન્ની, દીપેન્દ્ર હુડા અને પવન ખેરા સહિત અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી છે.
દિલ્હી પોલીસે આ કડક કાર્યવાહી કરી
INDIA ગઠબંધનના નેતાઓ દિલ્હીના આકાશવાણી ભવનમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, તેમના રાજીનામાની માગ કરી રહ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસે આ કડક કાર્યવાહી કરી. જેના પગલે આકાશવાણી ભવનને ખાલી કરાવવામાં આવ્યું હતું.
ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ પક્ષ તરફથી બેઠક માટે પંચને કોઈ વિનંતી મળી નથી, કે અન્ય કોઈ વિપક્ષી પક્ષ તરફથી બેઠક માટે કોઈ વિનંતી મળી નથી.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">More than 300 Opposition MPs marched from Parliament to the Election Commission today to meet the Election Commissioners.
We represent crores of Indians.
- Why aren't the Election Commissioners meeting us?
- Why is the police stopping and threatening us? https://t.co/tlIck8WoZX</p>— Rahul Gandhi (@RahulGandhi) <a href="https://x.com/RahulGandhi/status/2107394529037074873?ref_src=twsrc%5Etfw">October 6, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
રાહુલ ગાંધીએ કહ્યું કે સાંસદો ચૂંટણી કમિશનરને મળશે, અને તેમને મળવું જ પડશે. તેમને કહ્યું કે રાષ્ટ્રના અવાજનું અપમાન કરવામાં આવ્યું છે. તેમને કહ્યું કે તેઓ ફક્ત ચૂંટણી કમિશનને મળવા માગે છે અને કહેવા માગે છે કે, "તમે મતો ચોર્યા છે." તેમને કહ્યું કે તેમને અહીં બેસવામાં કોઈ સમસ્યા નથી અને તેઓ જરૂર હોય તેટલી વાર બેસશે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે જો ચૂંટણી પંચ તેમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માગે છે, તો તેઓ દિલ્હીમાં કોઈપણ જગ્યાએ બેસી શકે છે.
રાહુલ ગાંધીને આકાશવાણી ભવનમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા
રાહુલ ગાંધીને આકાશવાણી ભવનમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. તેઓ આકાશવાણી ભવન થઈને ચૂંટણી પંચ કાર્યાલય પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમને ગેટ પર જ રોકવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલ ચૂંટણી પંચથી લગભગ 200 મીટર દૂર ધરણા પર બેઠા હતા. કોંગ્રેસના ઘણા કાર્યકરો પણ આકાશવાણી ભવનના ગેટ પર પહોંચ્યા હતા.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે આજે 300 થી વધુ વિપક્ષી સાંસદોએ સંસદથી ચૂંટણી પંચ સુધી ચૂંટણી કમિશનરોને મળવા માટે કૂચ કરી હતી. તેમને પ્રશ્ન કર્યો કે આ સાંસદો લાખો ભારતીયોનું પ્રતિનિધિત્વ કરે છે, છતાં ચૂંટણી કમિશનર તેમને કેમ નથી મળી રહ્યા. રાહુલ ગાંધીએ એવો પણ પ્રશ્ન કર્યો કે પોલીસ તેમને મળવાથી કેમ રોકી રહી છે અને તેમને શા માટે ધમકીઓ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Indian Air Force: એર માર્શલ આશુતોષ દીક્ષિત બનશે ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ




