BJP Akali Dal Alliance: ભાજપ-અકાલી દળનું ગઠબંધન પંજાબના લોકોની પહેલી પસંદ બનશે: PM મોદી


પંજાબમાં ગઠબંધનને લઈને શું કહ્યું PM મોદીએ?
BJP Akali Dal Alliance: ભાજપ-અકાલી દળનું ગઠબંધન પંજાબના લોકોની પહેલી પસંદ બનશે: PM મોદી


પંજાબમાં ગઠબંધનને લઈને શું કહ્યું PM મોદીએ?
BJP Akali Dal Alliance: પંજાબના રાજકારણમાં ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે ફરીથી ગઠબંધન થતાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં બંને પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ ગઠબંધનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી છે અને વિશ્વાસ દર્શાવ્યો છે કે ભાજપ-અકાલી દળનું ગઠબંધન પંજાબના લોકોની પહેલી પસંદ બનીને ઉભરશે.
https://twitter.com/narendramodi/status/2125160845852488084?s=20
પંજાબ અને પંજાબીઓનું કલ્યાણ સૌથી મહત્ત્વનું: પીએમ મોદી
PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે પંજાબ અને પંજાબીઓનું કલ્યાણ સૌથી મહત્ત્વનું છે. શિરોમણી અકાલી દળ ફરી NDA પરિવારમાં પરત ફરી રહ્યો છે તે આનંદની વાત છે. ખાસ કરીને શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વના પવિત્ર અવસરે આ ગઠબંધન થયું છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે ભાજપ અને અકાલી દળનું ગઠબંધન સ્વાભાવિક ગઠબંધન છે, જે પંજાબને લોકહિતકારી શાસન અને વિકાસની નવી ઊંચાઈઓ સુધી લઈ જવામાં મદદરૂપ થશે. તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના યોગદાનને પણ યાદ કર્યું હતું.
બંને પક્ષો 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલની હાજરીમાં ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. બંને પક્ષો 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે. આ સાથે અકાલી દળ ફરી NDAમાં જોડાયું છે.
અમિત શાહે પણ અકાલી દળનું NDAમાં સ્વાગત કરતાં આ નિર્ણયને આનંદની વાત ગણાવ્યો હતો. તેમણે બંને પક્ષો વચ્ચેના જૂના સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે વર્ષ 2020માં કૃષિ કાયદાઓના વિરોધમાં અકાલી દળે ભાજપ સાથેનું ગઠબંધન તોડી નાખ્યું હતું. હવે છ વર્ષ બાદ બંને પક્ષો ફરી એકસાથે આવ્યા છે.




