Get News Alerts

Never miss breaking news updates.

Punjab : GMADAના મુખ્યાલયમાં EDના ધામા, બિલ્ડિંગના ત્રણ માળ કર્યા સીલ

Punjab : મોહાલીમાં ગ્રેટર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (GMADA)ના મુખ્યાલયમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDની કાર્યવાહી સતત ચાલી રહી છે.
Kunjan ShuklaUpdated on: 24 Sep 2026 05:03 PM IST
Punjab : GMADAના મુખ્યાલયમાં EDના ધામા, બિલ્ડિંગના ત્રણ માળ કર્યા સીલPunjab : GMADAના મુખ્યાલયમાં EDના ધામા, બિલ્ડિંગના ત્રણ માળ કર્યા સીલ

Punjab

Punjab : મોહાલીમાં ગ્રેટર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (GMADA)ના મુખ્યાલયમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDની કાર્યવાહી સતત ચાલી રહી છે. આ તપાસ તરુપતિ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેની સાથે જોડાયેલી કંપનીઓ સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસ સાથે સંબંધિત છે. EDએ દિલ્હી, મોહાલી, ચંડીગઢ, પંચકુલા અને લુધિયાણા સહિત 26 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એજન્સીના જણાવ્યા અનુસાર કેસમાં આશરે ₹290 કરોડની બેન્ક છેતરપિંડીની તપાસ કરવામાં આવી રહી છે.

બિલ્ડિંગના ઓછામાં ઓછા ત્રણ માળ સીલ કર્યા

મોહાલીના ફેઝ-8 સ્થિત GMADA મુખ્યાલયમાં EDની ટીમે અનેક દસ્તાવેજો અને રેકોર્ડની તપાસ કરી છે. અધિકારીઓએ GMADA બિલ્ડિંગના ઓછામાં ઓછા ત્રણ માળ સીલ કર્યા છે અને વરિષ્ઠ અધિકારીઓના મોબાઇલ ફોન તથા કેટલાક કમ્પ્યુટર પણ કબજામાં લીધા છે. તપાસમાં જમીન અધિગ્રહણ, જમીન ઉપયોગમાં ફેરફાર, પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન અને ખાનગી ડેવલપર્સને આપવામાં આવેલી મંજૂરીઓની પણ તપાસ થઈ રહી છે.

ગુરપ્રીત સિંહ સૈનીના લુધિયાણા સ્થિત નિવાસસ્થાને પણ ED દ્વારા સર્ચ

આ કાર્યવાહી વચ્ચે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગુરુવારે GMADA કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. AAP નેતાઓએ EDની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો રાજકીય દબાણ માટે ઉપયોગ થઈ રહ્યો છે. વિરોધ દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે તણાવની સ્થિતિ પણ સર્જાઈ હતી. આ દરમિયાન પંજાબના કેબિનેટ મંત્રી હરદીપ સિંહ મુન્ડિયાના સંબંધિત ગુરપ્રીત સિંહ સૈનીના લુધિયાણા સ્થિત નિવાસસ્થાને પણ ED દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે. EDના જણાવ્યા અનુસાર, તેમના નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

મામલો હવે રાજકીય રીતે પણ ચર્ચામાં આવ્યો છે. બીજી તરફ, પંજાબ સરકારની અરજી બાદ પંજાબ-હરિયાણા હાઇકોર્ટે GMADAમાં ચાલી રહેલી EDની કાર્યવાહીની સ્થિતિ જાણવા માટે વોરંટ ઓફિસરની નિમણૂક કરી છે. તપાસ દરમિયાન મળતા દસ્તાવેજો અને પુરાવાના આધારે ED દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : Maharashtra : પાલઘરમાં રબર કંપનીમાં સ્ટોર રૂમની દીવાલ થઈ ધરાશાયી, 3 મજૂરોના મોત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.