PM Modi Ambaji Visit Cancelled: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 14 નવેમ્બરે યોજાનારો શક્તિપીઠ અંબાજી મંદિરનો પ્રવાસ મોકૂફ

PM Modi Ambaji Visit Cancelled: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 14 નવેમ્બરે યોજાનારો શક્તિપીઠ અંબાજી મંદિરનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.
Nisha Parmar
Nisha Parmar
PM Narendra Modi Ambaji temple visit postponed  અંબાજી પ્રવાસ મોકૂફPM Narendra Modi Ambaji temple visit postponed  અંબાજી પ્રવાસ મોકૂફ

PM Narendra Modi Ambaji temple visit postponed અંબાજી પ્રવાસ મોકૂફ

PM Modi Ambaji Visit Cancelled: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 14 નવેમ્બરે યોજાનારો શક્તિપીઠ અંબાજી મંદિરનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે પ્રવાસ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવ્યો હોવાની સ્પષ્ટતા કરી છે. વડાપ્રધાન 13 અને 14 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવવાના હતા. આ દરમિયાન અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચનાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, હવે આ પ્રવાસ રદ થતાં તેમના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર થયો છે.

13 નવેમ્બરે અમદાવાદ આવવાનો હતો કાર્યક્રમ

નક્કી થયેલા કાર્યક્રમ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 નવેમ્બરે રાત્રે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પહોંચવાના હતા. ત્યારબાદ તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવાના હતા. બીજા દિવસે એટલે કે 14 નવેમ્બરની સવારે તેઓ અંબાજી જવાના હતા.

અંબાજી મંદિરમાં દર્શન અને પૂજાનો કાર્યક્રમ

14 નવેમ્બરે સવારે વડાપ્રધાન અંબાજી સ્થિત શક્તિપીઠમાં માતાજીનાં દર્શન અને પૂજા-અર્ચના કરવાના હતા. મંદિરના દર્શન બાદ તેઓ સીધા દિલ્હી પરત ફરવાના હતા. આ પ્રવાસને ધ્યાનમાં રાખીને વહીવટી સ્તરે તૈયારીઓ કરવામાં આવી રહી હતી.

વહીવટી કારણોસર પ્રવાસ મોકૂફ

બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે વડાપ્રધાનનો અંબાજી પ્રવાસ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવ્યો હોવાની સ્પષ્ટતા કરી છે. જોકે, પ્રવાસ રદ થવા અંગે વધુ વિગતો અને વડાપ્રધાનના આગામી ગુજરાત પ્રવાસની નવી તારીખ અંગે હજુ કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.

આ પણ વાંચો :Microsoft Outage: માઇક્રોસોફ્ટની સેવાઓમાં મોટો ટેકનિકલ ખોરવાટ, Outlookથી Teams અને Copilot સુધી યુઝર્સ પરેશાન