PM Modi Emotional: નશાની સમસ્યા પર કેબિનેટ બેઠકમાં ભાવુક થયા PM મોદી, યુવાનોને વ્યસનથી બચાવવા માટે કર્યું આહ્વાન


PM Modi Emotional in Cabinet Meeting
PM Modi Emotional: નશાની સમસ્યા પર કેબિનેટ બેઠકમાં ભાવુક થયા PM મોદી, યુવાનોને વ્યસનથી બચાવવા માટે કર્યું આહ્વાન


PM Modi Emotional in Cabinet Meeting
PM Modi Emotional: નવી દિલ્હી ખાતે બુધવારે ભારત મંડપમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આસિયાન (ASEAN) શિખર સંમેલનમાં ભાગ લઈને મનીલાથી પરત ફર્યા બાદ વડાપ્રધાને સવારે 10:30 વાગ્યે બેઠકની અધ્યક્ષતા કરી હતી. અંદાજે સાડા ત્રણ કલાક ચાલેલી બેઠકમાં નશાની સમસ્યા, ગરીબી નાબૂદી, નક્સલવાદ, નાણાકીય સશક્તિકરણ અને વહીવટી સુધારા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
View post on Instagram
યુવાનોમાં વધતા નશાના વ્યસન અંગે ચિંતા
દેશમાં યુવાનોમાં વધી રહેલા નશાના વ્યસન અંગે ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદી ભાવુક થયા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશની યુવા પેઢીને કોઈપણ સંજોગોમાં નશાના ચુંગાલમાંથી બચાવવી જરૂરી છે. નક્સલવાદ સામે મળેલી સફળતાનો ઉલ્લેખ કરીને તેમણે નશાની સમસ્યાને પણ જડમૂળથી દૂર કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સાથે જ નક્સલવાદ ફરી માથું ન ઊંચકે તે માટે સતર્ક રહેવા મંત્રીઓ અને અધિકારીઓને સૂચવ્યું હતું.
50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હોવાનો દાવો
બેઠકમાં ગરીબી નાબૂદી અંગે પણ ચર્ચા થઈ હતી. વડાપ્રધાને 2014માં સરકાર રચાયા બાદ સંસદના સેન્ટ્રલ હોલમાં આપેલા ભાષણને યાદ કરીને ગરીબો માટે સરકારની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે દેશમાં 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. હવે આ લોકો ફરી ગરીબીમાં ન ધકેલાય તે સુનિશ્ચિત કરવા બચતની આદત મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં સરકારી યોજનાઓ અને ભવિષ્યની રણનીતિ અંગે ત્રણ પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા. જેમાં ગરીબી નાબૂદી, નક્સલમુક્ત ભારતની કામગીરી અને પ્રધાનમંત્રી જનધન યોજના મારફતે નાણાકીય સશક્તિકરણની સમીક્ષા કરવામાં આવી હતી.




