PM Modi: દિવાળી પર PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા, કહ્યું- 'આ વર્ષે પણ જવાનો સાથે મનાવીશ તહેવાર'

PM Modi: PM મોદીએ દિવાળી 2026 પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. સુખ-સમૃદ્ધિની કામના સાથે આ વર્ષે પણ વીર જવાનો સાથે દિવાળી મનાવવાની વાત કરી.
Nancy Shukal
Nancy Shukal
PM Modi: દિવાળી પર PM મોદીની શુભેચ્છાPM Modi: દિવાળી પર PM મોદીની શુભેચ્છા

PM Modi: દિવાળી પર PM મોદીની શુભેચ્છા

PM Modi: દેશભરમાં દિવાળીના પર્વની ઉજવણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. તેમને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે તેવી કામના કરી છે. આ સાથે જ દર વર્ષની પરંપરા જાળવીને આ વર્ષે પણ દેશના વીર જવાનો સાથે દિવાળી મનાવશે તેવી જાહેરાત કરી છે.

PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો સંદેશ શેર કરીને દિવાળીની શુભકામનાઓ આપી હતી. તેમને કહ્યું કે, દિવાળીનો પવિત્ર તહેવાર સમગ્ર દેશને રોશનીથી ઝગમગાવી રહ્યો છે. પ્રકાશનો આ પર્વ અંધકાર સામે લડવાના આપણા સંકલ્પનું પ્રતીક છે. તેમને દેશવાસીઓના આગામી દિવસો સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલા રહે તેવી પ્રાર્થના કરી હતી.

PM મોદીએ વધુમાં જણાવ્યું કે તેઓ પણ દર વર્ષની જેમ ખૂબ ઉત્સાહથી દિવાળી ઉજવે છે. દર વર્ષે દેશના વીર જવાનો વચ્ચે જઈને દિવાળી મનાવવાની પરંપરા આ વર્ષે પણ ચાલુ રહેશે. પરંતુ આ વખતે તેઓ કયા સ્થળે જવાનો સાથે તહેવાર ઉજવશે તેની વિગતો જાહેર કરવામાં આવી નથી.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Have a great Diwali! https://t.co/YbFVq7tHmx</p>&mdash; Narendra Modi (@narendramodi) <a href="https://x.com/narendramodi/status/2119029619341013080?ref_src=twsrc%5Etfw">November 7, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

ઉપરાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

દિવાળીના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમને ઉપરાષ્ટ્રપતિને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. PM મોદીએ X પર પોસ્ટ કરીને આ મુલાકાતની જાણકારી પણ આપી હતી.

ધનતેરસ પર પણ પાઠવી હતી શુભકામનાઓ

આ પહેલાં ધનતેરસના અવસરે પણ વડાપ્રધાને દેશવાસીઓને શુભેચ્છાઓ આપી હતી. તેમને ભગવાન ધન્વંતરિની કૃપાથી દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ દેશના દરેક ઘરમાં ખુશી અને આનંદનો દીવો પ્રગટતો રહે તેવી કામના વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: Diwali Sales 2026: દિવાળીમાં દેશભરમાં 7 લાખ કરોડના વેપારની આશા, દિલ્હીમાં 1 લાખ કરોડનો આંકડો પાર: CAIT