Diwali Sales 2026: દિવાળીમાં દેશભરમાં 7 લાખ કરોડના વેપારની આશા, દિલ્હીમાં 1 લાખ કરોડનો આંકડો પાર: CAIT

Diwali Sales 2026: દિવાળી અને ધનતેરસના તહેવાર દરમિયાન દેશભરના બજારોમાં જોરદાર ખરીદી જોવા મળી છે. આ વર્ષે તહેવારોની ખરીદીએ વેપારના નવા રેકોર્ડ સર્જ્યા છે.
Kunjan Shukal
Kunjan Shukal
Diwali Sales 2026 CAIT ReportDiwali Sales 2026 CAIT Report

Diwali Sales 2026 CAIT Report

Diwali Sales 2026: દિવાળી અને ધનતેરસના તહેવાર દરમિયાન દેશભરના બજારોમાં જોરદાર ખરીદી જોવા મળી છે. આ વર્ષે તહેવારોની ખરીદીએ વેપારના નવા રેકોર્ડ સર્જ્યા છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા એકત્રિત કરવામાં આવેલા આંકડા મુજબ, દિલ્હીમાં દિવાળી સંબંધિત વેપાર 1 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે, જ્યારે દેશભરમાં કુલ વેપાર 7 લાખ કરોડ રૂપિયાથી વધુ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

ફેશન ક્ષેત્રમાં પણ ખરીદીનો ઉત્સાહ જોવા મળ્યો

CAIT દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ વર્ષે સોના-ચાંદી, ઘરેણાં, ઈલેક્ટ્રોનિક્સ અને ઘરવપરાશની વસ્તુઓની ભારે માગ જોવા મળી છે. મોબાઈલ ફોન, LED ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન અને એર કન્ડિશનર જેવી વસ્તુઓના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. કાપડ અને ફેશન ક્ષેત્રમાં પણ ખરીદીનો ઉત્સાહ જોવા મળ્યો છે. સાડી, સૂટ, કુર્તા, રેડીમેડ કપડાં અને બાળકોના વસ્ત્રોના વેચાણમાં મોટો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત માટીના દીવા, ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિઓ, પૂજાસામગ્રી, મીઠાઈઓ અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓની માગમાં પણ વધારો થયો છે.

વાહનોની ખરીદીમાં સકારાત્મક વલણ જોવા મળ્યું

ઓટોમોબાઈલ ક્ષેત્રમાં કાર, ટુ-વ્હીલર અને કોમર્શિયલ વાહનોની ખરીદીમાં સકારાત્મક વલણ જોવા મળ્યું છે. ખાદી, હેન્ડલૂમ, હસ્તકલા અને સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓનું વેચાણ પણ વધ્યું છે. CAITના મહાસચિવ અને સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીના આંકડા મુજબ દિલ્હીમાં વેપાર 1 લાખ કરોડને પાર થયો છે, જ્યારે દેશભરમાં વેપાર 6 લાખ કરોડને વટાવી ચૂક્યો છે. બજારોમાં ગ્રાહકોની સતત વધતી ભીડને જોતા કુલ વેપાર 7 લાખ કરોડ રૂપિયાથી વધુ થવાની શક્યતા છે.

'આત્મનિર્ભર ભારત' અભિયાનની અસર પણ બજારોમાં જોવા મળી

તેમણે વધુમાં જણાવ્યું કે, આ ખરીદીથી નાના વેપારીઓ, ફેરિયાઓ, કારીગરો, મહિલા ઉદ્યોગસાહસિકો અને લઘુ ઉદ્યોગોને પણ મોટો લાભ થયો છે. આ વર્ષે ગ્રાહકોમાં ભારતીય અને સ્વદેશી ઉત્પાદનો ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત' અભિયાનની અસર પણ બજારોમાં જોવા મળી રહી છે. આમ, દિવાળીની ખરીદીએ દેશના વેપાર જગતમાં નવી ઊર્જા ભરી છે અને સ્થાનિક વ્યવસાયોને મોટું પ્રોત્સાહન આપ્યું છે.

આ પણ વાંચો: Gold Price Surge: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ બે સપ્તાહની ટોચે પહોંચ્યા