Nepal Flood Indian Citizens Rescue: નેપાળમાં ફસાયેલા 21 ભારતીયોનું સુરક્ષિત રેસ્ક્યુ, તમામ તમિલનાડુના રહેવાસી



Nepal Flood Indian Citizens Rescue
Nepal Flood Indian Citizens Rescue: નેપાળમાં ફસાયેલા 21 ભારતીયોનું સુરક્ષિત રેસ્ક્યુ, તમામ તમિલનાડુના રહેવાસી



Nepal Flood Indian Citizens Rescue
Nepal Flood Indian Citizens Rescue: નેપાળમાં સર્જાયેલા મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા 21 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે રેસ્ક્યુ કરાયેલા તમામ ભારતીય નાગરિકો તમિલનાડુના રહેવાસી છે.
List of Indians rescued (as of 1300 hrs on 27 August 2026)
Sivaranjani Muthunathan
Karpagam Rajamohan
Maran Govindasamy
Shanthi Maran
Muthukumaresan Ramalingam
Navu Kabirdoss
Vijayabhuvaneswari Viswanathan
Mythili Muthukumaresan
Thiyagarajan Rathinam
Kirubagari Balasubramaniyam
Vallinayaki Sivakumar
Sathiya Jayaraman
Thirumavalavan Govindarasu
Kanagasabai Natesapillai
Radhai Kanagasabai
Rathinakumar Kunchithapatham
Poonguzhali Ponnambalam
Pazhaniyappan Maickaperumal
Kalaimathi Pazhaniyappan
Raghunathan Muniraj
Kanagasabai Natesa Pillai
કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ પહોંચ્યા હતા
મળતી માહિતી મુજબ, આ તમામ 21 ભારતીય નાગરિકો કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ પહોંચ્યા હતા. જોકે, નેપાળમાં અચાનક સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ અને અન્ય મુશ્કેલીઓ વચ્ચે તેઓ ત્યાં ફસાઈ ગયા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય અધિકારીઓ દ્વારા સ્થાનિક તંત્ર સાથે સંકલન શરૂ કરવામાં આવ્યું હતું.
સ્થાનિક તંત્ર સાથે સંકલન કરી રેસ્ક્યુ ઓપરેશન
ભારતીય અધિકારીઓએ સ્થાનિક સ્તરે જરૂરી સંકલન કરીને ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે રેસ્ક્યુ અભિયાન હાથ ધર્યું હતું. રેસ્ક્યુ કામગીરી દરમિયાન તમામ 21 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું છે.
વિદેશ મંત્રાલયે આપી માહિતી
નેપાળમાં ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ભારત સરકાર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયે 21 ભારતીય નાગરિકોના સુરક્ષિત રેસ્ક્યુની માહિતી શેર કરી છે. નેપાળમાં બદલાયેલી પરિસ્થિતિ વચ્ચે ભારતીય નાગરિકોને જરૂરી મદદ મળી રહે તે માટે ભારતીય અધિકારીઓ સ્થાનિક તંત્ર સાથે સંપર્કમાં હોવાનું પણ જણાવાયું છે.
તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત
કૈલાશ માનસરોવર યાત્રા માટે ગયેલા 21 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવતા તેમના પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. હાલ તમામ 21 નાગરિકો સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે અને નેપાળમાં ફસાયેલા અન્ય ભારતીય નાગરિકોની મદદ માટે પણ ભારતીય તંત્ર દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



