Get News Alerts

Never miss breaking news updates.

Kanpur Plane Crash : કાનપુરમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, પાયલટ અને કો-પાયલટનાં મોત

Kanpur Plane Crash : ઉત્તર પ્રદેશના કાનપુરમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 27 Aug 2026 01:41 PM IST
Kanpur Plane Crash : કાનપુરમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, પાયલટ અને કો-પાયલટનાં મોતKanpur Plane Crash : કાનપુરમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, પાયલટ અને કો-પાયલટનાં મોત

Kanpur Plane Crash

Kanpur Plane Crash : ગંગા બેરેજ નજીક બનેલી આ ઘટનામાં એરક્રાફ્ટમાં સવાર પાયલટ અને કો-પાયલટનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, ટ્રેનિંગ એરક્રાફ્ટ ગંગા બેરેજ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. એરક્રાફ્ટ ક્રેશ થતાં પાયલટ અને કો-પાયલટને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બંનેનાં મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર, પોલીસ તેમજ રાહત અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ટ્રેનિંગ દરમિયાન વિમાન ક્રેશ

અકસ્મત બાદ ઘટનાસ્થળે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. રાહત ટીમોએ જરૂરી કામગીરી હાથ ધરી હતી. ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ટ્રેનિંગ એરક્રાફ્ટ કયા સંજોગોમાં ક્રેશ થયું તે અંગે હાલ ચોક્કસ માહિતી સામે આવી નથી. એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે અન્ય કોઈ કારણસર અકસ્માત થયો તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અકસ્મતને પગલે સંબંધિત એજન્સીઓ દ્વારા ઘટનાસ્થળેથી જરૂરી માહિતી અને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. એરક્રાફ્ટની ટેકનિકલ સ્થિતિ, ઉડાન દરમિયાનની પરિસ્થિતિ અને અન્ય પાસાઓની તપાસ કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.

કાનપુરમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશની કરુણ ઘટના

ગંગા બેરેજ જેવા વિસ્તારમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થતાં ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ ચિંતા ફેલાઈ હતી. જોકે, બચાવ ટીમોએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ દુર્ઘટનામાં પાયલટ અને કો-પાયલટનાં મોતથી એરક્રાફ્ટ ટ્રેનિંગ સાથે જોડાયેલા લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે. બે લોકોનાં મોત ઉપરાંત બે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

અધિકારીઓ દ્વારા અકસ્માતની દરેક સંભાવનાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ જાણવા મળશે કે ટ્રેનિંગ એરક્રાફ્ટના ક્રેશ પાછળ ખરેખર કયું કારણ જવાબદાર હતું. કાનપુરની આ ઘટનાએ ફરી એકવાર એર ટ્રેનિંગ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, ટેકનિકલ તપાસ અને ઈમરજન્સી પ્રોટોકોલના મહત્વને ઉજાગર કર્યું છે. વધુ સત્તાવાર વિગતો તપાસ બાદ સામે આવવાની શક્યતા છે.

આ પણ વાંચો : GSRTC મોબાઇલ એપ દ્વારા એક જ દિવસમાં 88,626 ટિકિટોનું ઐતિહાસિક એડવાન્સ બુકિંગ નોંધાયું

View post on Instagram
AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.