Shiv Sena UB નેતા પ્રદીપ પૂર્ણેકરની હત્યા, પાર્ટી ઓફિસમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ મારી ગોળી



Shiv Sena UBT
Shiv Sena UB નેતા પ્રદીપ પૂર્ણેકરની હત્યા, પાર્ટી ઓફિસમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ મારી ગોળી



Shiv Sena UBT
Shiv Sena UBT: મહારાષ્ટ્રના ઠાણેમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શિવસેના (UBT)ના વિભાગ પ્રમુખ પ્રદીપ પૂર્ણેકર પર અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કરતાં તેમનું મોત થયું છે. માહિતી મુજબ, આ ઘટના કપુરબાવડી પોલીસ સ્ટેશન વિસ્તારના આર મોલ નજીક આવેલા મનોરમા નગર વિસ્તારમાં બની હતી. પ્રદીપ પૂર્ણેકર પોતાના કાર્યાલયમાં હાજર હતા ત્યારે બે અજાણ્યા અને નકાબધારી શખ્સો હથિયાર સાથે ત્યાં પહોંચ્યા હતા અને તેમના પર ગોળીબાર કર્યો હતો.
બે ગોળીઓ વાગતા ગંભીર ઈજા
હુમલામાં પ્રદીપ પૂર્ણેકરને બે ગોળીઓ વાગી હતી. ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન મોડી રાત્રે તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી.
નકાબધારી હુમલાખોરોની શોધખોળ
પ્રાથમિક માહિતી અનુસાર, ફાયરિંગ બાદ બંને હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમની ઓળખ અને ઘટનાક્રમ અંગે તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને હુમલાખોરોને શોધવા માટે પોલીસની ટીમો કામે લાગી છે.
રાજન વિચારેના નજીકના ગણાતા હતા
પ્રદીપ પૂર્ણેકર શિવસેના (UBT)ના વિભાગ પ્રમુખ હતા અને પૂર્વ સાંસદ રાજન વિચારેના નજીકના ગણાતા હતા. તેમના ભાઈ જयनાથ પૂર્ણેકર ઠાણે મહાનગરપાલિકાના પૂર્વ નગરસેવક રહી ચૂક્યા છે. જોકે, ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
પોલીસ હાલ હત્યાના કારણ સહિત તમામ સંભવિત પાસાંઓથી તપાસ કરી રહી છે. હુમલાખોરોની ઓળખ અને હત્યાનું કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.






