Get News Alerts

Never miss breaking news updates.

Maharshtra: 265 તાલુકામાં દુષ્કાળ જાહેર, ફડણવીસ સરકારે રાહત પેકેજની કરી જાહેરાત

Maharshtra: મહારાષ્ટ્ર સરકારે 265 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા. ખેડૂતો માટે વીજ બિલ, લોન અને વિદ્યાર્થીઓ માટે ફી માફીની રાહત આપી છે.
Nancy ShuklaUpdated on: 26 Sep 2026 02:38 PM IST
Maharshtra: 265 તાલુકામાં દુષ્કાળ જાહેર, ફડણવીસ સરકારે રાહત પેકેજની કરી જાહેરાતMaharshtra: 265 તાલુકામાં દુષ્કાળ જાહેર, ફડણવીસ સરકારે રાહત પેકેજની કરી જાહેરાત

Maharshtra

Maharshtra: મહારાષ્ટ્રમાં ઓછા વરસાદના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે 358માંથી 265 તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. ‘ટ્રિગર-1’ના માપદંડ પૂર્ણ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે રાજ્યના આશરે 74 ટકા તાલુકા દુષ્કાળની અસર હેઠળ આવ્યા છે.

વીજ બિલમાં રાહત આપવામાં આવશે

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુષ્કાળગ્રસ્ત ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને રાહત આપવા માટે વિવિધ પગલાંની જાહેરાત કરી છે. તેમાં જમીન મહેસૂલમાં રાહત, પાક લોનના પુનર્ગઠન અને ખેતી સંબંધિત લોનની વસૂલાત પર રોક જેવા પગલાંનો સમાવેશ થાય છે. ખેતી માટે ઉપયોગમાં લેવાતા ઈલેક્ટ્રિક પંપ અંગે પણ રાહત જાહેર કરવામાં આવી છે. 7.5 હોર્સપાવર સુધીના પંપનું વીજ બિલ પહેલેથી માફ છે, ત્યારે હવે તેનાથી વધુ ક્ષમતાવાળા ખેતીના પંપને પણ વીજ બિલમાં રાહત આપવામાં આવશે.

વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાં છૂટ અપાશે

દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં વિદ્યાર્થીઓને પણ રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં છૂટ આપવામાં આવશે. સાથે જ રોજગાર ગેરંટી યોજના હેઠળ નિયમોમાં છૂટછાટ આપી વધુમાં વધુ રોજગારીના કામો શરૂ કરવામાં આવશે. જ્યાં પીવાના પાણીની અછત હશે ત્યાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવશે.

ખેડૂતોના ખેતીના પંપના વીજ કનેક્શન કાપવામાં નહીં આવે. ખેતી પર નિર્ભર ખેડૂતો અને ખેતમજૂરોને અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યારે પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવશે. પાણી બચાવવાના કામોને પણ મોટા પાયે હાથ ધરવામાં આવશે.

સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને પાક નુકસાનના પંચનામાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે. પાકની સ્થિતિ દર્શાવતા ફોટોગ્રાફ્સ અને GPS આધારિત માહિતી પણ એકત્ર કરવામાં આવશે. આ નિર્ણય પહેલાં 24 સપ્ટેમ્બરે વાશિમની મુલાકાત દરમિયાન ફડણવીસે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે ટૂંક સમયમાં સરકારી ઠરાવ જાહેર કરવાની વાત કરી હતી. હવે રાજ્ય સરકારે 265 તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને રાહત પગલાંની શરૂઆત કરી છે.

આ પણ વાંચો: Telangana : ગણેશ વિસર્જન દરમિયાન અલગ-અલગ દુર્ઘટનામાં 13 લોકોના મોત, 26 લોકો ઈજાગ્રસ્ત

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.