Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad NCC કેડેટ્સને મળી ખાસ પ્રેરણા, બ્લેક કેટ કમાન્ડોનો જબરદસ્ત એકશન ડેમો

Ahmedabad NCC : લો ગાર્ડન ખાતે આજે દેશની પ્રતિષ્ઠિત કાઉન્ટર-ટેરરિઝમ ફોર્સ NSGના બ્લેક કેટ કમાન્ડોએ શાનદાર અને રોમાંચક ટેક્ટિકલ ડેમો રજૂ કર્યો હતો.
Vivek Shah
Vivek ShahUpdated on: 20 Sep 2026 10:59 AM IST
Ahmedabad NCC કેડેટ્સને મળી ખાસ પ્રેરણા, બ્લેક કેટ કમાન્ડોનો જબરદસ્ત એકશન ડેમોAhmedabad NCC કેડેટ્સને મળી ખાસ પ્રેરણા, બ્લેક કેટ કમાન્ડોનો જબરદસ્ત એકશન ડેમો

Ahmedabad NCC

Ahmedabad NCC : 30 સ્પેશિયલ કમ્પોઝિટ ગ્રુપ (SCG)ના NSG કમાન્ડોએ આધુનિક કાઉન્ટર-ટેરર ઓપરેશન દરમિયાન ઉપયોગમાં લેવાતી વિવિધ કવાયતનું લાઈવ પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ NCC કેડેટ્સ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આ કાર્યક્રમ Combined Annual Training Camp (CATC) 124ના સમાપન પ્રસંગે યોજાયો હતો. આ કેમ્પનું આયોજન NCC Directorate of Gujarat, Dadra & Nagar Haveli and Daman & Diuના માર્ગદર્શન હેઠળ 37 ગુજરાત બટાલિયન NCC દ્વારા કરવામાં આવ્યું હતું.

દેશના શ્રેષ્ઠ કાઉન્ટર-ટેરર કમાન્ડોની કામગીરીનો નજારો

લાઈવ ટેક્ટિકલ ડેમોમાં 100થી વધુ બ્લેક કેટ કમાન્ડોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વરિષ્ઠ NCC અધિકારીઓ, Associate NCC Officers, Permanent Instructor Staff, 600થી વધુ NCC કેડેટ્સ તેમજ તેમના માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા. ડેમો દરમિયાન કમાન્ડોએ કાઉન્ટર-ટેરરિઝમ ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતી વિવિધ ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું.

જેમાં અર્બન ઈન્ટરવેન્શન અને બિલ્ડિંગ ક્લિયરન્સ, હોસ્ટેજ રેસ્ક્યૂ ઓપરેશન, સ્લિધરિંગ અને રોપ ક્રાફ્ટ, K-9 સ્ક્વોડ ડ્રિલ્સ તથા વિસ્ફોટક અને IED સંબંધિત રેન્ડર-સેફ પ્રક્રિયાનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત કમાન્ડોએ મિશ્ર માર્શલ આર્ટ્સનું પ્રદર્શન પણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન NSGના વિવિધ હથિયારો અને સાધનોનું ડિસ્પ્લે પણ રાખવામાં આવ્યું હતું, જેના કારણે NCC કેડેટ્સને વિશેષ સુરક્ષા દળોની કામગીરી અને સાધનોને નજીકથી સમજવાની તક મળી.

અમદાવાદમાં ‘બ્લેક કેટ’ કમાન્ડોની ધમાકેદાર એન્ટ્રી

ડેમોને વધુ રોમાંચક બનાવવા માટે લાઈવ એક્શન સાથે રિયલ-ટાઈમ ટેક્ટિકલ કોમેન્ટ્રી આપવામાં આવી હતી. સિમ્યુલેટેડ બોમ્બ બ્લાસ્ટ અને વિવિધ કોમ્બેટ સિક્વન્સ દરમિયાન સમગ્ર વાતાવરણ રોમાંચથી ભરાઈ ગયું હતું. કમાન્ડોની સંકલિત કામગીરી, શિસ્ત અને ઝડપી પ્રતિસાદે ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. NCC કેડેટ્સ માટે આ કાર્યક્રમ માત્ર મનોરંજન કે ડેમો પૂરતો સીમિત રહ્યો નહોતો. મિલિટરી ડિસિપ્લિન, શારીરિક ક્ષમતા, ટીમવર્ક અને ટેક્ટિકલ સમજણનું પ્રત્યક્ષ ઉદાહરણ તેમને જોવા મળ્યું હતું.

આ કાર્યક્રમ દ્વારા NCCની મૂળભૂત તાલીમ અને સ્પેશિયલ ફોર્સની ઉચ્ચ સ્તરની કામગીરી વચ્ચેનો એક અનોખો અનુભવ કેડેટ્સને મળ્યો. દેશની સુરક્ષા માટે કાર્યરત વિશેષ દળોની કામગીરી જોઈને યુવાનોમાં રાષ્ટ્રસેવા, શિસ્ત અને શ્રેષ્ઠતા તરફ આગળ વધવાની પ્રેરણા ઊભી થઈ હતી. અમદાવાદમાં યોજાયેલો આ NSG ડેમો NCC કેડેટ્સ માટે યાદગાર અનુભવ બન્યો અને ભારતીય સુરક્ષા દળોની ક્ષમતા તથા સમર્પણની એક ઝલક રજૂ કરી ગયો.

આ પણ વાંચો : Junagadh : ગીરમાં સિંહણના માતૃત્વની અનોખી ઝલક, બચ્ચાઓ સાથે પાણી પીતી થઈ કેમેરામાં કેદ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે