Dadar Metro Station: મુંબઈના દાદર મેટ્રો સ્ટેશનનું નામ બદલી 'ચૈત્યભૂમિ' કરાશે, રેલવે સ્ટેશનનું નામ રહેશે યથાવત


Dadar Metro Station: દાદર મેટ્રો સ્ટેશનનું નામ બદલાશે
Dadar Metro Station: મુંબઈના દાદર મેટ્રો સ્ટેશનનું નામ બદલી 'ચૈત્યભૂમિ' કરાશે, રેલવે સ્ટેશનનું નામ રહેશે યથાવત


Dadar Metro Station: દાદર મેટ્રો સ્ટેશનનું નામ બદલાશે
Dadar Metro Station: મુંબઈના દાદર મેટ્રો સ્ટેશનનું નામ બદલીને 'ચૈત્યભૂમિ' કરવામાં આવશે, જ્યારે દાદર રેલવે સ્ટેશનનું નામ અગાઉની જેમ જ રહેશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 19 નવેમ્બર 2026ના રોજ આ અંગે સત્તાવાર સ્પષ્ટતા કરી હતી. અગાઉ દાદરના ઉપનગરીય રેલવે સ્ટેશનનું પણ નામ બદલવાની ચર્ચા થતાં લોકોમાં મૂંઝવણ સર્જાઈ હતી અને રાજકીય વિરોધ પણ થયો હતો.
નામકરણ અને નામ બદલવા અંગે સમિતિની રચના
આ જાહેરાત ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ એટલે કે 6 ડિસેમ્બરની તૈયારીઓ અંગે યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન કરવામાં આવી હતી. આ દિવસે દાદર સ્થિત ચૈત્યભૂમિ ખાતે આશરે 15 લાખ અનુયાયીઓ પહોંચે તેવી શક્યતા છે. આથી રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા, પરિવહન અને અન્ય વ્યવસ્થાઓ અંગે આયોજન કરવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યના મેટ્રો રેલવે સ્ટેશનોના નામકરણ અને નામ બદલવા અંગે સૂચનો આપવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉપરાંત મુંબઈ, નાગપુર અને પુણે જેવા મેટ્રો શહેરોના સાંસદો, ધારાસભ્યો અને મેયરનો સમાવેશ કરવામાં આવશે.
નામોથી થતી મૂંઝવણ ટાળવા પર પણ ભાર મૂકવામાં આવશે
સરકારના આદેશ અનુસાર, સ્ટેશનોના નામ નક્કી કરતી વખતે સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક અને ભૌગોલિક મહત્વને ધ્યાનમાં લેવામાં આવશે. એકસરખા અથવા મળતા નામોથી થતી મૂંઝવણ ટાળવા પર પણ ભાર મૂકવામાં આવશે.
સ્થાનિક લોકોની લાગણીઓ, નામનું સરળ ઉચ્ચારણ, વિસ્તારની ઓળખ અને નામની એકરૂપતા જાળવવા જેવા માપદંડો પણ ધ્યાનમાં લેવામાં આવશે. નેતાઓ અને દેવી-દેવતાઓના નામના પ્રતીકાત્મક ઉપયોગ સાથે વિવાદ ટાળવા સંતુલન જાળવવાની સૂચના આપવામાં આવી છે.




