Americaના નામે માનવ તસ્કરીનો ભોગ બનેલા ગુજરાતના ત્રણ યુવકો મુક્ત, મુંબઈ પહોંચ્યા



Gujarat Citizens Freed from Ethiopia
Americaના નામે માનવ તસ્કરીનો ભોગ બનેલા ગુજરાતના ત્રણ યુવકો મુક્ત, મુંબઈ પહોંચ્યા



Gujarat Citizens Freed from Ethiopia
Gujarat Citizens Freed from Ethiopia: અમેરિકા જવા નીકળેલા મહેસાણા અને ગાંધીનગરના ત્રણ ગુજરાતીઓને ઇથોપિયામાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. મુક્ત થયા બાદ ત્રણેય યુવકો સવારે આશરે 3 વાગ્યે મુંબઈ પહોંચ્યા હતા. ત્યારબાદ પરિવારજનો તેમને લઈને મહેસાણા તરફ રવાના થયા હતા. મળતી માહિતી મુજબ, ઇથોપિયામાં એજન્ટોએ ત્રણેયને કેદ કરીને છોડવા માટે રૂ. 1 કરોડની ખંડણી માગી હોવાનો આક્ષેપ છે.
વિદેશ મંત્રાલય અને મહેસાણા પોલીસના પ્રયાસો
ત્રણેય ગુજરાતીઓને મુક્ત કરાવવા માટે વિદેશ મંત્રાલય અને મહેસાણા પોલીસે સંકલન કરીને પ્રયાસો હાથ ધર્યા હતા. અપહરણકારો સાથે સીધી વાતચીત કરવામાં આવી હતી અને મળતી માહિતી મુજબ, ખંડણી ચૂકવ્યા વિના ત્રણેયને મુક્ત કરાવવામાં સફળતા મળી હતી.
પરિવારજનોને મળી રાહત
ત્રણેય યુવકો મુંબઈ પહોંચતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરિવારજનો તેમને લેવા પહોંચ્યા હતા અને ત્યારબાદ સૌ મહેસાણા તરફ રવાના થયા હતા.
સ્થાનિક એજન્ટોની ભૂમિકાની તપાસ
આ સમગ્ર મામલે લાંઘણજ પોલીસે તપાસ શરૂ કરી છે. યુવકોને અમેરિકા મોકલવાની પ્રક્રિયામાં વડોદરા અને સ્થાનિક એજન્ટોની શું ભૂમિકા હતી, તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વિદેશ જવાની લાલચ આપીને લોકોને કથિત રીતે ફસાવવાના આ મામલે તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




