Jagdeep Dhankhar: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને પડ્યા, AIIMSમાં દાખલ


Jagdeep Dhankhar Health: જગદીપ ધનખડની તબિયત લથડી, AIIMSમાં દાખલ
Jagdeep Dhankhar: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને પડ્યા, AIIMSમાં દાખલ


Jagdeep Dhankhar Health: જગદીપ ધનખડની તબિયત લથડી, AIIMSમાં દાખલ
Jagdeep Dhankhar Health: દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની બુધવારે સવારે અચાનક તબિયત લથડી હતી. મોર્નિંગ વોક દરમિયાન તેઓ બેભાન થઈને પડી ગયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેભાન થયા બાદ તેઓ થોડી મિનિટો સુધી અચેત અવસ્થામાં રહ્યા હતા.
AIIMSના કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં સારવાર
મળતી માહિતી મુજબ, જગદીપ ધનખડ સાથે હાજર સુરક્ષાકર્મીઓ તેમને PCR વાહન મારફતે ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ ILBSની મેડિકલ ટીમ અને AIIMSના ડોક્ટર સંદીપ સેઠે તેમની તપાસ કરી હતી અને જરૂરી તબીબી સહાય પૂરી પાડી હતી. પરંતુ તેમની તબિયતને ધ્યાનમાં રાખીને ડોક્ટરોએ તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે AIIMS લઈ જવાનો નિર્ણય કર્યો હતો.
75 વર્ષીય ધનખડને હોસ્પિટલના કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ કાર્ડિયોલોજી વિભાગના ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. તેમની જરૂરી તબીબી તપાસ અને સારવાર ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને દિલ્હીની AIIMSના કાર્ડિયાક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જગદીપ ધનખડની રાજકીય સફર
જગદીપ ધનખડે પોતાની રાજકીય કારકિર્દીમાં જનતા દળ, કોંગ્રેસ અને ભાજપ સહિતની વિવિધ પાર્ટીઓમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વર્ષ 1989થી 1991 દરમિયાન તેઓ જનતા દળના સભ્ય તરીકે નવમી લોકસભામાં ઝુનઝુનુ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. 1991માં તેમને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો અને અજમેર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી, જોકે તેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારબાદ 1993થી 1998 દરમિયાન તેઓ રાજસ્થાનની કિશનગઢ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહ્યા હતા. વર્ષ 2003માં તેમણે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. 2019માં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. આ દરમિયાન મમતા બેનર્જીની સરકાર સાથેના તેમના રાજકીય અને વહીવટી મતભેદોને કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા.
જુલાઈ 2022માં NDAએ તેમને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા હતા. ચૂંટણીમાં જીત મેળવી તેઓ દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ બન્યા હતા. જોકે, નિર્ધારિત કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં જ જુલાઈ 2025માં તેમણે સ્વાસ્થ્યનાં કારણોસર પદ પરથી રાજીનામું આપ્યું હતું.
આ પણ વાંચો: Kedarnath Temple: કેદારનાથ ધામના કપાટ બંધ, હવે ઉખીમઠમાં થશે બાબા કેદારના દર્શન




