Sarita Gaikwad Fraud Case: ડાંગની 'ગોલ્ડન ગર્લ' સરિતા ગાયકવાડ સાથે 69 લાખની છેતરપિંડી

Sarita Gaikwad Fraud Case: એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનાર ડાંગની ‘ગોલ્ડન ગર્લ’ સરિતા ગાયકવાડ સાથે લાખો રૂપિયાની કથિત નાણાકીય છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે.
Nisha Parmar
Nisha Parmar
Sarita Gaikwad fraud case Dang સરિતા ગાયકવાડ છેતરપિંડીSarita Gaikwad fraud case Dang સરિતા ગાયકવાડ છેતરપિંડી

Sarita Gaikwad fraud case Dang સરિતા ગાયકવાડ છેતરપિંડી

Sarita Gaikwad Fraud Case: એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનાર ડાંગની ‘ગોલ્ડન ગર્લ’ સરિતા ગાયકવાડ સાથે લાખો રૂપિયાની કથિત નાણાકીય છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. રેતીના વેપારમાં રોકાણ કરાવી દર મહિને ચાર ટકા નફો આપવાની લાલચ આપી તેમની પાસેથી કુલ ₹69,10,056 મેળવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નિતિનભાઈ ભારતી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

રેતીના વેપારમાં રોકાણની લાલચ આપ્યાનો આક્ષેપ

મળતી માહિતી મુજબ, આરોપીએ રેતીના વેપારમાં રોકાણ કરવાથી દર મહિને ચાર ટકા નફો મળશે તેવી ખાતરી આપી હોવાનું સરિતા ગાયકવાડનો આક્ષેપ છે. આ વિશ્વાસના આધારે તેમણે ફોન-પે અને અલગ-અલગ બેંક ખાતાઓ મારફતે કુલ ₹69,10,056 ટ્રાન્સફર કર્યા હોવાનો દાવો કર્યો છે.

અત્યાર સુધી માત્ર ₹1.80 લાખ પરત મળ્યા

સરિતા ગાયકવાડના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં તેમને માત્ર ₹1.80 લાખ જ પરત મળ્યા છે. જ્યારે બાકીના ₹67,30,056 હજુ પરત મળવાના બાકી છે. વધુમાં, ₹30 લાખના ચેકનો ફોટો વોટ્સએપ મારફતે મોકલી ચેક આપવાનું વચન આપવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ છે.

બે મહિનાથી ફોન ન ઉપાડતા હોવાનો દાવો

સરિતા ગાયકવાડનો આરોપ છે કે છેલ્લા બે મહિનાથી નિતિનભાઈ ભારતી તેમનો ફોન પણ રિસીવ કરતા નથી. પોતાની ફસાયેલી રકમ પરત મેળવવા અને સમગ્ર મામલે ન્યાય મેળવવા તેઓ આહવા SOG સમક્ષ પહોંચ્યાં હતાં અને ફરીથી પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.

આરોપી સામે કડક કાર્યવાહીની માંગ

સરિતા ગાયકવાડે પોતાની બાકી રકમ પરત અપાવવા તેમજ જવાબદાર વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. દેશનું ગૌરવ વધારનાર ખેલાડી સાથે લાખો રૂપિયાની કથિત નાણાકીય છેતરપિંડીના આક્ષેપને પગલે ડાંગ જિલ્લામાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમગ્ર મામલે ડાંગના SP પૂજા યાદવની બાઈટ પણ સામે આવી છે. પોલીસ તપાસમાં સામે આવતી વિગતો બાદ જ આક્ષેપોની સત્યતા અને નાણાકીય વ્યવહાર અંગે વધુ સ્પષ્ટતા થશે.

આ પણ વાંચો : Cyclone Mursu: આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત મુરસુનો કહેર, ઓંગોલે નજીક ભારે વરસાદ